________________
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર. तस्मिन्नस्मीत्यात्मविदो यं विदुरीशं, तं संसारध्वान्तविनाशं हरिमोडे ॥ १० ॥
જે જે વેદ્ય છે તે તે હું નથી એમ તેને ત્યાગ કરીને સ્વાત્મપ્રકાશ જ્ઞાનમય આનંદને પામીને તેમાં હું છું એમ જે બ્રહ્મને આત્મવેત્તાઓ જાણે છે તે સંસારાંધકારને વિનાશ કરનાર બ્રહ્માની હું સ્તુતિ કરું છું. '
શરીર, ઇદિયે, પ્રાણ ને અંતઃકરણરૂપ જે જે વેદ્ય છે તે તે વેદ્ય હું એટલે આત્મા નથી એમ તે સર્વને પરિત્યાગ કરીને નિરપાધિક સદ્ભાવરૂપ, નિરુપાધિક જ્ઞાનરૂપ, ને નિપાધિક આનંદરૂપ બ્રહ્મને અભેદભાવે સાક્ષાત્કાર કરીને તે બ્રહ્મમાં હું છું એમ જે અંતરાત્માથી અભિન્ન બ્રહ્મને જ્ઞાની જાણે છે તે સંસારરૂપ ઘાટા અંધારાને વિનાશ કરનાર બ્રહ્મની હું સ્તુતિ કરું છું. ૧૦.
हित्वा हित्वा दृश्यमशेष सविकल्पम्, मस्या शिष्टं भाशिमात्र गगनाभम् । त्यक्त्वा देहं यं प्रविशन्त्यच्युतभक्ता,
स्तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥ ११ ॥
વિકલ્પવાળા સમગ્ર દૃશ્યને વારંવાર નિષેધ કરીને, અને આકાશ જેવા કેવળ સ્વયંપ્રકાશરૂપને અવશેષ રહેલું ધારીને, બ્રહ્માનુસંધાનપરાયણ પુરુષ શરીર ત્યજીને જેમાં પ્રવેશ કરે છે તે સંસારાંધકારને વિનાશ કરનાર બ્રહ્મને હું અભેદભાવે અનુભવું છું.
કલ્પિત નામરૂપવાળા આ સર્વ દશ્ય જગતનો વારંવાર નિષેધ કરીને અર્થાત વારંવાર તેના અસત્યપણાને સુદઢ નિશ્ચય કરીને, અને આકાશના જેવા કેવળ સ્વયંપ્રકાશ બ્રહ્માને અધિષ્ઠાનરૂપે બાકી રહેલું