________________
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ન. ध्यात्वाऽऽत्मस्थं ब्रह्मविदो यं विदुरीशं, तं संसारध्वान्तविनाशं हरिमीडे॥७॥
જે દેવ, અનન્ય, પરિપૂર્ણ, હૃદયમાં રહેલા, ભકતે વડે પ્રાપ્ત થવાયોગ્ય, અજ, સૂક્ષ્મ, અતકર્યો, ને પોતાનામાં રહેલા બ્રહ્મનામના તત્વનું ધ્યાન કરી બ્રહ્મવેત્તાઓ જે પરમાત્માને જાણે છે તે સંસારાંધકારને વિનાશ કરનાર પરમાત્માની હું સ્તુતિ કરું છું.
જે સ્વયંપ્રકાશ, જેનાથી ભિન્ન કાંઈ પણ નથી એવું, દેશકાલને વસ્તુના પરિછેદથી રહિત, હૃદયાકાશમાં સ્થિત, ભકતિની અનન્યભક્લિવડે પ્રાપ્ત થવાયેગ્ય, જન્મરહિત, અત્યંત સુક્ષ્મ, તર્કમાં ન આવી શકે એવું, ને જીવમાં અધિષ્ઠાનરૂપે રહેલ બ્રહ્મનામના પરમતત્વનું ધ્યાન કરી બ્રહ્મવેત્તાઓ જે પરમતત્વને જાણે છે તે સંસારરૂપ અંધકારને અત્યંત નાશ કરનાર પરમતત્ત્વને હું અભેદભાવે સાક્ષાત્કાર
પુનઃ સંસારની નિવૃત્તિ કરનાર બ્રહ્મના સ્વરૂપનું વર્ણન કરે છે
मात्रातीतं स्वात्मविकाशात्मविबोधम्, क्षेयातीतं ज्ञानमयं हृद्युपलभ्यम् । भावनाह्यानन्दमनन्यं च विदुर्य, तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥८॥ ઈદ્રિયોથી પર, સ્વાત્માના પ્રકાશથી આત્મજ્ઞાનરૂપ, યથી પર, જ્ઞાનમય, હૃદયમાં પ્રતીત થવાયેગ્ય, ભાવવડે ગ્રાહ્ય, આનંદરૂપ, અને અનન્ય જેને જાણે છે, તે સંસારધકારનો વિનાશ કરનાર પરમાત્માની હું સ્તુતિ કરું છું.
રૂપાદિથી રહિત હેવાથી નેત્રાદિ દાઢવડે નહિ ગ્રહણ કરી ;