________________
શ્રીહરિમીડસ્તાત્ર.
૮૫
આ નામરૂપાત્મક સર્વ જગતના ઉપાદાનકારણરૂપ તથા નિમિત્તકારણરૂપ અજન્મા તે દેશ, કાળ તથા વસ્તુના પરિચ્છેદથી રહિત પરમાત્માની હું પરમપ્રીતિપૂર્વક સ્તુતિ કરું છું-તેમના નિર્વિશેષચિન્માત્ર સ્વરૂપનું સ્મરણ કરું છું. જે અધિષ્ઠાનરૂપ પરમાત્મામાં-બ્રહ્મમાં– આ સંસારરૂપ ચક્ર આવી રીતે ઉત્પત્તિ, સ્થિતિ ને લય પામ્યા કરે છે. જેમના સ્વપના સંશયવિપર્યયરહિત દૃઢ સાક્ષાત્કાર થવાથી જ્ઞાનીને તે સંસારરૂપ ચક્રનું મિથ્યાપણું સ્પષ્ટ સમજાય છે. આ સંસાર તથા તેના કારણુ અજ્ઞાનરૂપ અંધકારની સારી રીતે નિવૃત્તિ કરનાર તે પરમાત્માના હું અભેદભાવે સાક્ષાત્કાર કરું છું. છંદ મત્તમયૂર છે. ૧. સર્વ બ્રહ્મ જગદાકાર થાય છે કે બ્રહ્મના એક અંશ જગદાકાર થાય છે એવી શંકા થાય તે તેના સમાધાનમાં કહે
છેઃ
ST
यस्यैकांशादित्थमशेषं जगदेतत्, प्रादुर्भूतं येन पिनखं पुनरित्थम् । येन व्याप्तं येन विबुद्धं सुखदुःखैस्तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥ २ ॥
જેના એક અંશથી આ સમગ્ર જગત્ આવી રીતે પ્રાદુર્ભાવ પામ્યું છે, પુનઃ જેવડે આવી રીતે અંધાયેલું છે, જેવટે વ્યાપ્ત છે, ને જેવટે તે સુખદુઃખાથી પ્રકાશિત છે, તે સંસારાંધકારની નિવૃત્તિ કરનારા પરમાત્માની હું સ્તુતિ કરું છું.
જે બ્રહ્મના માયાવડે કલ્પિત એક અંશમાંથી આ ભાક્તા તે ભાગ્યરૂપ સમગ્ર જગત આકાશાદિ ક્રમથી વિવર્તરૂપે પ્રાદુર્ભાવ પામ્યું છે. “ જોડણ્ય સર્યા મૂનિ ! ” આના એક અંશ સર્વે ભૂતા હૈ, આ શ્રુતિમાં પણ સ ભૂતા બ્રહ્મના એક અંશમાંથી પ્રાદુર્ભાવ પામ્યાં
"