________________
૮ર
www
www vvvv ૪
- vv
-
- - -
- -
- ૧૪ *
* * *
* *
* * *
* *
* *, ,
શ્રી શંકરાચાર્યનાં અછાદશ રત્ન. વ્યાવહારિક જીવ તે તે વ્યાવહારિક જગત્ સત્ય જાણે છે, ને મિથ્યા એમ માને છે તે પારમાર્થિક છે.
જાગ્રહૂદશાવાળો વ્યાવહારિક જીવ પ્રતીત થતા આ વ્યાવહારિક જગતને ત્રણે કાળમાં રહેનારું માને છે. જે જીવ આ પ્રતીત થતું જગત મિથ્યા છે એમ માને છે તે જીવ પારમાર્થિક કહેવાય છે. ૪૦.
તે પારમાર્થિક જીવની અદય બ્રહ્માની સાથેના એકપણાની યોગ્યતાને જણાવે છે –
पारमार्थिकजीवस्तु ब्रह्मकं पारमार्थिकम् । प्रत्यति धीक्षते नान्यद्वीक्षेत त्वनृतात्मना ॥ ४१ ॥
બ્રહ્મજ એક પારમાર્થિક છે એમ પારમાર્થિક જીવ જાણે છે. અન્ય જેતે નથી. જો જુએ છે તે મિથ્થારૂપે જુએ છે.
બ્રહ્મજ એક પારમાર્થિક વસ્તુ છે એમ પારમાર્થિક જીવ અભેદભાવે જાણે છે. અન્ય પરિછિન વસ્તુને તે સત્યરૂપે જેતે નથી. જે કદાચિત તે અન્ય પરિસ્કિન પદાર્થને જુએ છે તે મિથ્થારૂપે જુએ છે. ૪૧.
વ્યાવહારિક ને પ્રતિભાસિક જીવ અવિવાવડે કપિત હેવાથી જડ છે, તેથી તેનું જીવપણું ઘટતું નથી, કેમકે જીવ તે ચેતનરૂપ છે, એમ શંકા થાય તો તેનું દૃષ્ટાંતવડે નિરાકરણ કરે છે
माधुर्यद्रवशैत्यादिजलधर्मास्तरंगके । अनुगम्यापि तनिष्ठ फेनेऽप्यनुगता यथा ॥ ४२ ॥
જેમ મધુરપણું, વહન ને શીતાપણું આદિ જલના ધર્મ તરંગમાં અનુવતીને તેમાં રહેલા ફીણમાં પણ અનુગત છે, તેમ પારમાર્થિક જીવના સચ્ચિદાનંદાદિ વભાવ વ્યાવહારિક ને પ્રતિભાસિક જીવમાં પણ અનુવર્તે છે,