________________
G
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદેશ રત્ના
પોતાના મનની એકાગ્રતા કરવી તે દૃશ્યાનુવિદ્ધ સર્વિકલ્પ સમાધિ છે. આ સમાધિ નામ તથા રૂપ આ એ અશાના પરિત્યાગ કરીને સત્તામાત્રમાં રહેલા છે. ૨૭,
હવે બીજા પ્રકારના શબ્દનુવિદ્ધ સવિકલ્પ સમાધિ કહે છેઃ-अखण्डेकरसं वस्तु सचिदानन्दलक्षणम् । इत्यविछिनत्रित्तेऽयं समाधिर्मध्यमो भवेत् ॥ २८ ॥ સચ્ચિદાનંદરૂપ લક્ષણવાળી અખંડ ન એકરસ વસ્તુ એમ અવિચ્છિન્ન ચિત્તમાં રહે આ મધ્યમ સમાધિ છે.
સત, જ્ઞાન તે પરમાનંદસ્વરૂપવાળા અપરિચ્છિન્ન તે એકરસ વસ્તુ છે એમ સતત ચિત્તમાં રહે, અર્થાત્ ચિત્ત એ વસ્તુનું નિરૂપણુ કરનારા શબ્દોના લક્ષ્યારૂપ તે વસ્તુને આકારે રહે આ શબ્દાનુવિદ્ધ સવિકલ્પ સમાધિ છે. ૨૮,
હવે બીજા પ્રકારના નિર્વિકલ્પ સમાધિને તથા સમાધિના ક ગૃતે કહે છે:—
स्तव्यभावो रसास्वादात् तृतीयः पूर्वषन्मतः । एतैः समाधिभिः षडभिर्नयेत्कालं निरन्तरं ॥ २९ પરમાનંદના અનુભવથી સ્તુતિ કરવાયાગ્ય ભાવવાળા ત્રીજો સમાધિ પૂર્વની પેઠે માનેલા છે, આ છ સમાધિવડે નિરંતર કાળ ગાળે.
પરમાનંદરૂપે બ્રહ્મના અનુભવથી સ્તુતિ કરવાયાગ્ય ભાવવાળા ત્રીજો નિર્વિકલ્પ સમાધિ આગળ કહેલા નિર્વિકલ્પસમાધિના જેવા માનેલા છે. આ છ પ્રકારના સમાધિમાંના કેા એક સમાધિના અનુદાનવર્ડ મેાક્ષસાધક પોતાના સમય નિરન્તર વ્યતીત કરે, અર્થાત્ એક ક્ષણ પણ પૂર્વોક્ત સમાધિમાંના કા! એક સમાધિવિના ન રહે, ૨૯.