________________
શ્રીવાક્યસુધા.
૭૭ કહેલા સમાધિની કર્તવ્યતાના અવધિને સૂચવતા છતા કહલા સમાધિના પરિપાકથી પ્રાપ્ત થયેલા નિત્યસમાધિને કહે છે
देहाभिमाने गलिते विशाते परमात्मनि । यत्र यत्र मनो याति तत्र तत्र समाधयः ॥ ३० ॥
પરમાત્માનો સાક્ષાત્કાર થવાથી ને દેહાભિમાન ગળી જવાથી મન જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં સમાધિઓ છે.
સચ્ચિદાનંદરૂપ અદિતીય બ્રહ્મને દઢ સાક્ષાત્કાર થવાથી ને હું મનુષ્ય છું, હું બ્રાહ્મણ છું, ઇત્યાદિ પૂર્વનાં દેહાભિમાને ગળી જવાથી તેવા જ્ઞાની પુરુષનું અન્તઃકરણ નેત્રાદિ દિયે દ્વારા જે જે પદાર્થમાં જાય છે, તે તે પદાર્થના નામરૂપને બાધ કરી ત્યાં ત્યાં રહેલા સચ્ચિદાનંદરૂપ બ્રહ્મને આકારે તેના અંતઃકરણની વૃત્તિ થાય છે. જેની આગળ ને વિશાતેની આગળ અવગ્રહચિવાળું પાઠાંતર સ્વીકારીએ તે આ શ્લેકને આ પ્રમાણે અર્થ થાય –દેહાભિમાન નહિ ગળવાથી ને પરમાત્માનો સાક્ષાત્કાર નહિ થવાથી તે અજ્ઞાની પુરુષનું મન જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં તેને માનસ તાપ થાય છે. ૩૦.
એ બ્રહ્મસાક્ષાત્કારરૂપ સમાધિના ફલને મુંડકોપનિષદ્દના વાક્યવડે જણાવે છે –
भिद्यते हृदयग्रंथिग्छिचंते सर्वसंशयाः । क्षीयते चास्य कर्माणि तस्मिन्डष्टे परावरे ॥ ३१ ॥
તે બ્રહ્મનો સાક્ષાત્કાર થવાથી આના હદયની ગાંઠ ભેરાઈ જાય છે. સર્વ સંશ છેદાઈ જાય છે, ને કર્મો નાશ પામે છે.
તે સર્વાત્મક બ્રહ્મને સ્પષ્ટ અનુભવ થવાથી અહંકારનામની હદયની ગાંઠ ચીરાઈ જાય છે, આત્માદિને લગતા સર્વે સંશ