________________
૫૮
શ્રીશંકરાચાર્યનાં અછાદશ રત્નો.
છે
કે
w
w
, , ,
,
,
,
,
,
,
નથીજ. જેમ સાગરમાં ડુબેલો માણસ નેત્ર ઊઘાડીને જુએ તો તેને સર્વત્ર જલનીજ પ્રતીતિ થાય છે, તેમ બ્રહ્માકાર થયેલી વૃત્તિ સર્વત્ર બ્રહ્મજ અનુભવે છે. મીઠામાંથી બનાવેલા નાનાપ્રકારના પ્રાણિપદાર્થોના આકારને જેમ સમુદ્રમાં નાંખવાથી તે આકાર ને નામ સમુદ્રથી ભિન્ન પ્રતીત થતાં નથી, તેમ બ્રહ્માનુભવકાલે બ્રહ્મથી ભિન્ન સંસાર પ્રતીત થતું નથી. ૮.
આ સ્વરૂપાનુસંધાનરૂપ સ્તુતિના અધ્યયનાદિથી થનારા ફલને કહે છે – म्वरूपानुसन्धानरूपां स्तुतिं यः, पठेदादराद्भक्तिभावो मनुष्यः । शृणोतीह वा नित्यमुद्युक्तचित्तो, મણિપુરૈવ પ્રમાણ છે ? |
જે ભક્તિભાવવાળો મનુષ્ય આદરથી સ્વરૂપાનુસંધાનરૂપ સ્તુતિ ભણે છે, અથવા ઉઘોગી ચિત્તવાળે થઈ નિત્ય અહિં સાંભળે છે, તે વેદના પ્રમાણથી અહિંજ વ્યાપક–બ્રહ્મથાય છે.
આત્મજ્ઞાન સંપાદન કરવામાં પરમ પ્રીતિવાળે જે મનુષ્ય આદરપૂર્વક આ સ્વરૂપાનુસંધાનરૂપ સ્તુતિ અર્થ તથા તાત્પર્યને સમજીને ભણે છે, અથવા આવી શુભ પ્રવૃત્તિમાં ઉદ્યોગયુક્ત ચિત્તવાળો થઈ નિત્ય આ પૃથિવીપર ગમે તે વર્ણ ને આશ્રમમાં રહીને સાંભળે છે, તે વેદના પ્રમાણુથી આ વર્તમાન શરીરમાં જ બ્રહ્મરૂપ થાય છે. “ બ્રહ્મવિક
જ મતિ ”—બ્રહ્મને જાણનાર બ્રહ્મજ થાય છે તથા “ર તરા કાળા રૂત્તિ '—જ્ઞાનીના પ્રાણ લેકાંતરમાટે ઉત્ક્રમણ કરતા નથી, ઈત્યાદિ શ્રુતિએ બ્રહ્મવેત્તાઓની બ્રહ્મરૂપે સ્થિતિ થવાનું તથા તેનું લોકાંતરમાં ગમન નહિ થવાનું જણાવે છે. ૯.