________________
જેવું કંઈ જ નથી. તેમ છતાં, આવા દુર્ગધયુક્ત નશ્વર શરીરની વર્ષગાંઠ ઉજવી આપણે ખુશ થવાના વામણા પ્રયત્નો કરીએ છીએ. પરંતુ જન્મ પૂર્વે નવ-નવ માસ સુધી ઊંધા માથે મળ-મૂત્રની અંધારી કોટડી જેવા “મા'ના ગર્ભમાં પુરાયા બાદ પ્રસૂતિ સમયે નાનકડા યોનિદ્વારમાંથી નીકળવાની યાતના જાણવા છતાં તે દુઃખને ભૂલવા તથા વાસ્તવિકતાને વિસારે પાડવા જન્મદિનની ઉજવણી કરીએ છીએ. પરંતુ દુઃખને ભૂલવાના ક્ષુલ્લક પ્રયત્નો કરવા કરતાં દુઃખને નિર્મૂળ કરવા માટે દુઃખદ દેહની આસક્તિમાંથી અને તે પ્રત્યેની મમતાથી મનને મુક્ત કરવું જોઈએ.દેહાસક્તિમાંથી મુક્ત થવા માટે સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ પણ જણાવ્યું છે કે, “ઝન્મમૃત્યુનરાવ્યાધિદુઃવહોવાનુદર્શનમ્ !”
- (ભ.ગીતા.અ-૧૩/૮) “જન્મ, મૃત્યુ તથા વૃદ્ધાવસ્થા જેવા વિકારની વ્યાધિમાં દુઃખ અને દોષનું દર્શન કરવું.” આમ કરવાથી દેહ પ્રત્યેનો મોહ દૂર થશે, જે મનને બહિર્મુખી થતું અટકાવી, વિષયગમન પ્રત્યેના ભ્રમણથી પાછું વાળી પોતાના લક્ષ્ય પ્રતિ સ્થિત કરશે. આમ મનને ‘વિષયવ્રતા–અર્થાત્ વિષયસમૂહથી પાછું વાળી “સ્વતંત્યે” અર્થાત્ બ્રહ્મપ્રાપ્તિ' રૂપી લક્ષ્ય તરફ વાળવું, તેને જ “શમ' અર્થાત્ મનોનિગ્રહ કહેવામાં આવે છે.
વારંવાર વિચારપૂર્વક વિષયોમાંથી પાછું વાળેલું મન તેની બહિર્મુખી પ્રકૃતિને કારણે પ્રયત્ન કરવાં છતાં ઇન્દ્રિયવિષય તરફ દોડ્યાં જ કરશે. આવા ભોગો પ્રત્યે ભાગનારા મનને સમજાવવું જોઈએ કે “હે મારા મિત્ર મન! તું એમ માને છે કે તું ભોગ કરે છે પરંતુ ભોગ કરી કરીને અંતે તું થાકી જવાનું. ” ખરેખર તો આપણે ભોગ્ય પદાર્થોને ભોગવતા નથી પરંતુ ભોગ્ય પદાર્થ આપણને જ ભોગવે છે. ભર્તુહરિ મહારાજ જણાવે છે તેમ, “મો ન ભુવતા વયમેવ મુત્તા !” (વૈરાગ્ય શતક) “અમે ભોગોને ભોગવ્યા નથી (પરંતુ) અમે જ ભોગવાયા છીએ.” જીવનભર આપણે ભ્રાંતિમાં રહ્યા કે આપણે ભોગ્ય પદાર્થોને ભોગવીએ છીએ. પરંતુ જીવનની સંધ્યાએ સમજાયું કે ભોગોએ આપણને ખતમ કરી નાંખ્યા છે. ભોગ્ય પદાર્થો યથાવત