________________
20
કે આકર્ષણ હોય, તે તે સુખપદ જણાતા પદાર્થોની મર્યાદા જાણી, તેવા પદાર્થભોગને પરિણામે પેદા થતા દુઃખનો વિચાર કરી, વિષયોની તથા તેમાં રહેલા સુખાભાસની ક્ષણભંગુરતા તેમજ નશ્વરતાને જાણી, વિષયગત દોષોનો વારંવાર વિચાર કરી મનને વિવેકવિચારપૂર્વક પદાર્થોની આસક્તિમાંથી મુક્ત કરવું. મનને સંયમી બનાવવા વિષયોમાં દોષદર્શન કરવાનો ઉપદેશ આપતાં ભગવાન શંકરાચાર્યજીએ સાધનપંચક સ્તોત્રમાં જણાવ્યું છે કે, “વસુ રોષોડનુસંધીયતામ્ !” (સાધનપંચક-૧) “સંસારના સુખમાં દોષદૃષ્ટિ કરો.” સંસારના અલ્પજીવી સુખાભાસમાં દોષદર્શનની કળા જો હસ્તગત થઈ જાય તો વૈરાગ્યની અમૂલ્ય મૂડી હસ્તામલકવત પ્રાપ્ત થઈ જાય. તેમ થવાથી આત્મસાક્ષાત્કારરૂપી લક્ષ્ય હાથવેંત જ બની રહે. ભવસુખમાં દોષદર્શન કરાવતી તેમની સુંદર રચનામાં આચાર્યશ્રી જણાવે છે કે,
"नारीस्तनभरनाभिनिवेशं मिथ्यामायामोहावेशम् । एतन्मांसवसादिविकारं मनसि विचारय वारंवारम् ।।"
| (ચર્પટપંજરિકા સ્તોત્ર) સ્ત્રીનો સ્તનપ્રદેશ અને નાભિપ્રદેશ (ગુહ્ય ભાગ) બધું જ માંસ અને ચરબીનો વિકાર છે. તેથી તે માટેનો માયામોહ તથા આવેશ મિથ્યા છે, આમ તું વારંવાર મનમાં વિચાર કર.” અત્રે પૂજ્ય આચાર્યશ્રી, વિષયોની વાસ્તવિકતા પ્રગટ કરતાં જણાવે છે કે પ્રત્યેક પુરુષ સ્ત્રીના શરીરમાં આસક્ત થવા કરતાં વિચારવું જોઈએ કે, શરીર અને તેના અવયવો આખરે છે શું? સ્ત્રીના સ્તન તો માંસના લોચા છે, તે તો સ્નાયુઓનો વિકાર માત્ર છે. શરીરમાં કોઈક જગ્યાએ ગુમડું થાય અને તે ફુલી જાય તેમ આ માંસના લોચા જો ફુલી જાય તો તેમાં આસક્ત થવા જેવું છે શું? અને તે જ પ્રમાણે પ્રત્યેક સ્ત્રીએ પણ પુરુષ શરીરમાં આસક્ત થવા કરતાં તેમાં રહેલા વિકારોનું જ દર્શન કરવું. શરીર માટે રહેલી આસક્તિ વિશે વિચાર કરીએ તો પણ જણાશે કે શરીર તો ચામડીના આવરણ દ્વારા ઢંકાયેલ મળ,માંસ,મૂત્ર,લોહી, પીયા,થેંક વગેરેનું બંડલ છે. જઠર અને આંતરડા એટલે જ ગંદી ગટરો. વાળ, લીખ, જૂ તથા પરસેવાની ગંધથી ગંધાતા આ શરીરમાં આસક્ત થવા