________________
૭૮
:
આંખે દેખાતી વસ્તુ માટે જો આકર્ષણ કે રાગ ન જન્મે, તો સાંભળેલી વસ્તુ માટે તો તેને રાગ જન્મે જ ક્યાંથી? આવો વૈરાગ્ય જેની પાસે હોય તે મોક્ષમાર્ગે પ્રયાણ કરવાનો અધિકારી છે એવું કહી શકાય.
| દર્શનથી જાણેલા ભોગોમાં જે દશ્ય છે તેવા આલોકના ભોગો અર્થાતુ પૃથ્વીલોકના ભોગોનો સમાવેશ થાય છે. જે કર્મફળ, શરીરના મૃત્યુ પૂર્વે પૃથ્વીલોકમાં જ મળે છે તે દષ્ટફળ કહેવાય છે. દષ્ટફળ જ્યાં મળે છે તે આલોક કે પૃથ્વીલોકને સંસ્કૃતમાં રૂદ કહેવાય છે. જે કર્મોના ફળ આલોકમાં મળતાં નથી, આપણે જોયાં નથી પણ શાસ્ત્રો દ્વારા માત્ર સાંભળ્યા છે તેવાં શરીરનાં મૃત્યુ પછી મળનારાં કર્મફળને અદેખફળ કહેવાય છે. મૃત્યુ પછી પ્રાપ્ત થનારા સ્વર્ગાદિ લોકને સંસ્કૃતમાં સમુત્ર કહેવાય છે. વૈરાગ્ય એટલે
હામુત્રમો વિરા: ' “આલોક અને પરલોકના ભોગરૂપી કર્મફળમાં રાગરહિતપણું.” જેણે આલોકમાં અર્થાત્ આ શરીરના મૃત્યુ પહેલાં મળનારાં દેખકર્મફળની ઈચ્છાનો ત્યાગ કર્યો છે, તેમજ શરીરના મૃત્યુ પછી મળનારાં અદેખફળની ઇચ્છાનો પણ ત્યાગ કર્યો છે તે વૈરાગ્યવાન કહેવાય છે. જયારે મનમાં વિવેક જાગે કે “બ્રહ્મસત્ય નાન્નિધ્યા ' કેવળ બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે. ત્યારે આવો વૈરાગ્ય જન્મે છે. જગતના જે જે પદાર્થો દશ્ય છે તે મિથ્યા છે એવું જાણવાથી, જોવામાં આવતી તમામ વસ્તુઓ પ્રત્યે અણગમો ઉપજે છે. કારણ કે બ્રહ્મથી અન્ય કંઈ પણ પ્રાપ્ત કરવાની તેને ઇચ્છા રહેતી નથી. તેને બ્રહ્મથી અન્ય સર્વ કાંઈ મિથ્યા જ છે. દેવલોક, ઇન્દ્રલોક, પિતૃલોક વગેરે તમામ લોક વિનાશી છે માટે મિથ્યા છે, એમ જાણવાથી કોઈ લોક પ્રાપ્ત કરવાની ઇચ્છા રહેતી નથી. આવા વિવેકીને મન કેવળ બ્રહ્મ સત્ય છે માટે બ્રહ્મથી અન્ય કંઈ પણ પ્રાપ્ત કરવાની તેને ઇચ્છા રહેતી નથી. તેને બ્રહ્મથી નિમ્નતર, બ્રહ્મથી ઉતરતું કંઈ ખપે તેમ નથી અને બ્રહ્મથી ઉચ્ચતર કે ચઢિયાતું કંઈ છે નહીં. માટે સત્ય અને નિત્ય એવા બ્રહ્મના સાક્ષાત્કાર સિવાય, જેના જીવનનું બીજું કંઈ પણ ધ્યેય નથી, તે જ શ્રેષ્ઠ વૈરાગ્યવાન છે.