________________
શાસ્ત્રોએ કહેલા મોટા મોટા યજ્ઞોનું અનુષ્ઠાન કરતા હોય છે. શાસ્ત્રમાં એવી વાત પણ સાંભળવામાં આવે છે કે એક વખત સ્વર્ગમાં રહેતા પુરાવાને પૃથ્વીલોકની ઇચ્છા થઈ હતી. સામાન્ય રીતે બધાને સ્વર્ગમાં જવાની ઇચ્છા થાય છે, પણ પુરૂવાને પૃથ્વીલોકમાં આવવાની ઇચ્છા થઈ. તેણે દેવરાજ ઇન્દ્રને કહ્યું, “અહીં સ્વર્ગમાં, જે અપ્સરાઓને હું વર્ષોથી જોતો આવ્યો છું તે આજે પણ એવી ને એવી જ છે. સ્વર્ગમાં કોઈ વ્યક્તિ કે વસ્તુમાં કાળક્રમે કંઈ ફેરફાર જ થતો નથી, માટે તે સાચી છે કે બનાવટી તેનો નિર્ણય થઈ શકતો નથી. મેં એવું સાંભળ્યું છે કે પૃથ્વીલોકમાં તો વર્ષો જતાં ઘડપણ આવે છે, ચામડીમાં કરચલી પડે છે અને આવા ચિહ્નોથી સાચી વસ્તુની પરીક્ષા થઈ શકે છે. સ્વર્ગલોકની અપ્સરાઓ માટે મને શંકા છે કે તે સાચી છે કે બનાવટી? માટે મારે પૃથ્વીલોકમાં જવું છે.” પુરુરુવાએ પૃથ્વીલોક જોયો નથી, પણ એણે સાંભળ્યું છે કે પૃથ્વીલોકમાં કાળક્રમે વસ્તુઓ બદલાય છે માટે તેને પૃથ્વીલોકમાં આવવાનું મન થયું. જયારે આપણે, સ્વર્ગલોકના વર્ણનોનું શ્રવણ કર્યું છે માટે સ્વર્ગની વાસના ઊભી કરી છે.
શંકરાચાર્યજી કહે છે કે “જે જે વાસનાઓ ઊભી કરી છે, જેને જેને પ્રાપ્ત કરવાની ઇચ્છા કરી છે, તે દર્શનથી હોય છે કે શ્રવણથી હોય છે. દર્શન અને શ્રવણથી જાણવામાં આવનારી પ્રત્યેક વસ્તુ અનિત્ય, ક્ષણિક અને વિનાશી છે. પૃથ્વીલોકની વસ્તુ કે વ્યક્તિનું વિનાશીપણું તો સારી રીતે જાણવામાં આવે છે, અને સ્વર્ગલોકના ભોગ પણ વિનાશી જ છે કારણ કે જે શાસ્ત્રોએ સ્વર્ગાદિનું વર્ણન કર્યું છે તે જ શાસ્ત્રોએ, સ્વર્ગના સુખની નાશવંતતા પણ કહી છે. દીર્ઘકાળપર્યત રહેવાવાળું હોવાથી, સાપેક્ષતાની દષ્ટિથી જ સ્વર્ગના સુખને શ્રેષ્ઠ કહેવાય છે. જ્ઞાની અને મુમુક્ષુની દષ્ટિમાં તો, સ્વર્ગ પણ સુખમાં બાંધનારી સોનાની સાંકળતુલ્ય છે. માટે વિવેકી પુરુષો કદી સ્વર્ગપ્રાપ્તિની ઇચ્છા કરતાં નથી. આ પ્રમાણે વિવેકપૂર્વક વિચાર કરીને, જે કંઈ દર્શન તેમજ શ્રવણથી જાણવામાં આવે છે તેવી સમસ્ત વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યે ધૃણાબુદ્ધિને વૈરાગ્ય કહેવાય છે. વૈરાગ્યવાન એને કહેવાય જેને આંખે દેખાય તેમાં રાગ ન થાય, આસક્તિ કે આકર્ષણ ન થાય અને