________________
દર્શનવળિિમ = જોયેલા કે મોવસ્તુનિ = વિનાશશીલ
સાંભળવામાં આવેલા ભોગ્ય પદાર્થોમાં દેહાવિબ્રહ્મપર્યન્ત = મનુષ્ય શરીરથી યા ' = જે
માંડીને બ્રહ્માના નિહાસ = ત્યાગની ઇચ્છા,
શરીર પર્યન્તના ત૬ દિ = તે જ अनित्ये = અનિત્ય વૈરાગ્યમ્ = વૈરાગ્ય (છે.)
વૈરાગ્ય દર્શન અને શ્રવણથી જાણેલા, દેહથી લઈબ્રહ્મલોક સુધી ફેલાયેલા સર્વ ભોગ્ય પદાર્થો પ્રત્યે ધૃણાબુદ્ધિનું નામ વૈરાગ્ય છે. જે કોઈ વસ્તુ આંખથી જોવામાં આવે છે, તે વસ્તુ માટે આકર્ષણ જન્મે છે અને તે મેળવવાનું મન થાય છે. સૌનો અનુભવ છે કે દર્શન માત્રથી વસ્તુને પ્રાપ્ત કરવાની ઇચ્છા થતી હોય છે. શાસ્ત્ર અને ઈતિહાસમાં પણ એવા અનેક દાખલાઓ છે. અલાઉદ્દીને પદ્મિનીનું પ્રતિબિંબ જોયું અને રૂપ જોવાથી તેને પદ્મિનીને પ્રાપ્ત કરવાની ઇચ્છા થઈ. શૂર્પણખાએ રામનું રૂપ જોયું અને રામ સાથે લગ્ન કરવાની વાસના જન્મી. આપણા વ્યાવહારિક જીવનમાં પણ મોટા ભાગના લોકો, જે વસ્તુનું આકર્ષક પેકિંગ જોવામાં આવે કે ટેલિવિઝન પર સુંદર જાહેરાત જોવામાં આવે તેવી વસ્તુઓની વધારે ખરીદી કરતા હોય છે. માત્ર વસ્તુને જોવાથી જ તેની પ્રાપ્તિની ઇચ્છા થાય છે તેવું નથી, ઘણી વાર એવું પણ બને કે સાંભળવા માત્રથી જ મેળવવાનું મન થાય. આપણે અમેરિકા ગયા ન હોઈએ, કદી અમેરિકા જોયું ન હોય છતાં પણ અમેરિકાનું વર્ણન માત્ર સાંભળવાથી ત્યાં જવાની ઇચ્છા થાય છે. હિમાલયનાં સૌંદર્યનું દર્શન ન કર્યું હોય, છતાં વર્ણન સાંભળીને ત્યાં જવાનું મન થઈ જાય છે. શાસ્ત્રોમાં પુણ્યકર્મો કરવાથી પ્રાપ્ત થતા સ્વર્ગલોક વગેરેનું મનમોહક વર્ણન જોવા મળે છે. કેટલાય રાજાઓએ યજ્ઞકર્મ દ્વારા સ્વર્ગમાં જઈને સ્વર્ગના દિવ્ય ભોગો ભોગવ્યા છે, વર્ગની અપ્સરાઓનું સુખ માણ્યું છે. એવી વાતો સાંભળવામાં આવે છે. આવી વાતો સાંભળવાથી મનુષ્યોને સ્વર્ગ માટે આકર્ષણ જન્મ છે, સ્વર્ગપ્રાપ્તિની ઇચ્છા થાય છે. સ્વર્ગની વાસનાથી પ્રેરાઈને જ ઘણાં લોકો