________________
७४
સજાતીયભેદ વસ્તુની પોતાની જ જાતિની જે અન્ય વસ્તુઓ છે તેમની સાથેના વસ્તુના ભેદને સજાતીયભેદ કહેવાય છે. જેમકે લીમડો, પીપળો, વડ, આંબો, આ બધાં વૃક્ષજાતિના છે. લીમડાને પોતાની જ જાતિના પીપળો, વડ વગેરે વૃક્ષો સાથે જે ભેદ છે તે સજાતીયભેદ કહેવાય. તેવી જ રીતે રમણ, મગન, છગન વગેરે મનુષ્યજાતિના જ છે, છતાં તેમનો એકબીજા સાથે જે ભેદ છે તે સજાતીયભેદ કહેવાય છે.
વિજાતીયભેદ વસ્તુનો પોતાની જાતિથી અન્ય જાતિની વસ્તુ સાથેનો જે ભેદ છે તે વિજાતીયભેદ કહેવાય છે. વૃક્ષનો પથ્થર, નદી, પર્વત વગેરે સાથે જે ભેદ છે તે વિજાતીયભેદ કહેવાય છે.
શરીરને સ્વગત, સજાતીય અને વિજાતીય એમ ત્રણ પ્રકારના ભેદ છે માટે શરીરને વસ્તુથી પરિચ્છિન્ન કહેવાય. આત્મા નામ અને આકારવાળી કોઈ વસ્તુ નથી માટે તેને ઉપરોક્ત ભેદમાંથી કોઈ ભેદનો સ્પર્શ થતો નથી. આત્માને સ્વગતભેદ નથી કારણ કે આત્મામાં હાથ, પગ, નાક, એવા અવયવો નથી. આત્મામાં નાનો આત્મા’, ‘મોટો આત્મા’ એવી વિશેષતાઓ નથી માટે આત્મામાં સજાતીયભેદ હોવાની પણ સંભાવના નથી. હાથીનો આત્મા મોટો કહીએ અને મચ્છરનો આત્મા નાનો કહીએ તો મોટા આત્માને, પોતાની જાતિના નાના આત્માથી સજાતીયભેદ થાય. પરંતુ તેવું માનવું હાસ્યાસ્પદ છે કારણ કે આ જન્મમાં જે હાથી છે, તે જો બીજા જન્મમાં મચ્છર બને, તો હાથીનો મોટો આત્મા મચ્છરના શરીરમાં કેવી રીતે રહી શકે! ખરેખર નાનો, મોટો, એવી કોઈ વિશેષતાઓ આત્માની નથી, માટે તે સજાતીયભેદ રહિત છે. આત્મા કે બ્રહ્મથી ભિન્ન એવું સંપૂર્ણ જગત મિથ્યા છે. માટે આત્માને વિજાતીયભેદ પણ સંભવતો નથી. આત્મા સજાતીય, વિજાતીય અને સ્વગતભેદ રહિત છે માટે વસ્તુથી અપરિચ્છિન્ન છે. દેશ, કાળ અને વસ્તુથી અપરિચ્છિન્ન હોવાથી કેવળ બ્રહ્મ સત્ય છે. બ્રહ્મથી ભિન્ન સર્વ કાંઈ