________________
૭૧
જાણવાથી જ બંધનનો નાશ થાય છે, છતાં જો નિત્યને જાણવું હોય તો પહેલાં અનિત્યને સમજવું પડે. સત્યને સમજવું હોય તો અસત્ય શું છે એ સમજવું પડે. આત્મા કે પરબ્રહ્મ નિરાકાર છે માટે તેને સીધે સીધું જાણી શકાય નહીં. નિરાકારને જાણવું હોય તો આકારને સમજવું પડે. જે ઇન્દ્રિયોથી જાણી શકાય તેને વ્યક્ત કહેવાય છે અને ઇન્દ્રિયોથી જાણી શકાય તેવું નથી તે અવ્યક્ત કહેવાય છે. જો અવ્યક્તને સમજવું હોય તો પહેલાં વ્યક્તને સમજવું પડે. જડ-ચેતન, સાકાર-નિરાકાર, નામી-અનામી, સગુણ-નિર્ગુણ, દેશ્ય-અદેશ્ય, વ્યક્ત-અવ્યક્ત, વિનાશી-અવિનાશી, સત્ય-અસત્ય, આવા કંકોના નિર્દેશાર્થે અહીં ‘
નિત્ય-અનિત્ય” શબ્દ વપરાયો છે. માટે નિત્ય અને અનિત્યનો વિવેક એટલે જ સાકાર અને નિરાકારનો વિવેક; એમ ઉપરોક્ત બધા જ કંકોમાંથી એકને સમજવું હોય તો બીજાને પણ સમજવું પડે, માટે બ્રહ્મને સત્ય જાણવું હોય તો જગતની અનિત્યતા અને મિથ્યાત્વ પણ જાણવાં પડે. સત્ય વસ્તુને સમજાવતાં શાસ્ત્રોમાં કહેવાયું છે કે “ત્રિાને માં તિષ્ઠતિ રૂતિ સત્ !” જે ત્રણે કાળમાં રહે છે તે સત્ય કહેવાય છે. ઘણી વસ્તુઓ એવી છે જે ભૂતકાળમાં હતી પરંતુ અત્યારે નથી માટે તેવી વસ્તુઓને સત્ય કહી શકાય નહીં. જે વસ્તુ વર્તમાનકાળે વિદ્યમાન છે, પરંતુ ભવિષ્યમાં રહેવાની નથી તો તેને પણ સત્ય કહી શકાય નહીં. આપણા સૌના શરીરો હાલ વર્તમાનકાળમાં છે, પરંતુ કોઈનું શરીર અનંતકાળ સુધી રહેવાનું નથી, એવું આપણે જાણીએ છીએ. માટે શરીર ગમે તેનું હોય, ગમે તેવું હોય, છતાં પણ તેને સત્ય કે નિત્ય કહી શકાય નહીં. તેવી જ રીતે જગતના જે જે પદાર્થો વર્તમાનમાં વિદ્યમાન છે, તે સૌ નાશ પામવાવાળા છે અર્થાત્ ભવિષ્યમાં રહેવાના નથી માટે તેને પણ સત્ય કહી શકાય નહીં. કોઈ પણ પરિસ્થિતિ પણ નિત્ય કે સત્ય હોતી નથી કારણ કે પરિસ્થિતિ હંમેશા બદલાતી રહે છે. ટૂંકમાં, જગતની કોઈ પણ વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિ સત્ય નથી. કેવળ બ્રહ્મ કે આત્મા જ સત્ય છે કારણ કે તે ત્રણેય કાળે રહેવાવાળો છે. આ પ્રમાણે જગત અનિત્ય છે અને બ્રહ્મ નિત્ય છે આવો ભેદ સમજવો તેને નિત્યાનિત્યવહુવિવેક કહેવામાં આવે છે.