________________
થાય છે. માટે બીજા સર્વ પ્રયત્નોને પડતા મૂકીને માત્ર અધિકારી બનવાનો જ પ્રયત્ન કરવો જોઈએ. અધિકાર પ્રાપ્ત કરવા માટે આપણે સાધનચતુષ્ટય સંપન્ન બનવું પડે. સાધનોમાં સૌ પ્રથમ નિત્ય-અનિત્યનો વિવેક ગણાય છે, તે પછી આલોક અને પરલોકના ભોગો પ્રતિ વૈરાગ્ય કહેવાય છે, ત્યારબાદ શમાદિ છ ગુણોની પ્રાપ્તિ અને મોક્ષની અદમ્ય ઇચ્છાનો નિર્દેશ કરી, હવે શંકરાચાર્યજી પ્રત્યેક સાધનની વિશદ વિચારણા માટે પ્રયાણ કરે છે.
૭૦
(છંદ-અનુષ્ટુપ)
ब्रह्मसत्यं जगन्मिथ्येत्येवंरूपो विनिश्चयः ॥२०॥ सोऽयं नित्यानित्यवस्तुविवेकः समुदाहृतः ।
બ્રહ્મ-સત્યમ્ =બ્રહ્મ સત્ય છે નાત્—મિથ્યા =જગત મિથ્યા છે.
=એમ
इति
एवंरूपः =આ પ્રકારનો
विनिश्चयः
=દેઢ નિશ્ચય
सः अयम् એવો જે નિશ્ચય નિત્યનિત્યવસ્તુવિવેઃ = એ નિત્ય અને અનિત્ય વસ્તુનો વિવેક - કહેવાય છે.
=
समुदाहृतः
=
વિવેક
સાધનચતુષ્ટયમાં સૌથી પહેલું સાધન નિત્યાનિત્યવસ્તુવિવેક છે. નિત્ય અને અનિત્ય વસ્તુ વચ્ચે ભેદ પારખવાની જે શક્તિ છે, બન્નેને છૂટા પાડવાની જે સૂક્ષ્મબુદ્ધિ છે, તેને શાસ્ત્રની પરિભાષામાં નિત્યાનિત્યવસ્તુ વિવેક કહે છે. આવો વિવેક જયા૨ે ઉપલબ્ધ થાય ત્યારે સમજાય છે કે બ્રહ્મ સત્ય છે અર્થાત્ નિત્ય છે અને પરબ્રહ્મ સિવાય જે કંઈ છે તે બધું અનિત્ય છે માટે મિથ્યા છે. નિત્ય અને અનિત્ય વસ્તુનો ભેદ પારખવાની બુદ્ધિશક્તિ પ્રાપ્ત થાય પછી જ, શું છોડી દેવું અને શું ગ્રહણ કરવું તેનો નિર્ણય લઈ શકાય છે. વિવેક વડે જગતની અનિત્યતા જણાયાથી વૈરાગ્ય ઉત્પન્ન થાય છે માટે જ્ઞાનપ્રાપ્તિનું પહેલું સાધન વિવેક ગણાય છે.
‘બ્રહ્મસત્યમ્’, ‘બ્રહ્મ સત્ય છે', બ્રહ્મ નિત્ય છે. નિત્ય વસ્તુને