________________
૮૨૩
યતઃ
दृगावृति मेघकृतां यथा रवौ
* યોદ્ધાસમિક્ષરમ્ I૭રા यथा
= જેવી રીતે मेघकृतां दृगावृतिम् = વાદળાંથી દષ્ટિ ઢંકાઈ જતાં रवौ
= સૂર્ય (ઢંકાઈ ગયો એમ મનાય છે.) बन्धं च मोक्षं च = (તેમ) બંધન અને મોક્ષ (બન્ને) बुद्धेः गुणम् = બુદ્ધિના ગુણોને મૂતા:
= અજ્ઞાનીઓ वस्तुनि
= આત્મરૂપવસ્તુમાં मृषा एव
= વ્યર્થ જ कल्पयन्ति
= કલ્પી લે છે.
= કારણ કે દય-મસંગ–વિત્-વિમ્ = (આત્મા તો) અદ્વિતીય-અસંગ
ચૈતન્યરૂપ, એક અક્ષરમ્ .
= (અને) અવિનાશી છે. અધિષ્ઠાન જેવી નિષ્ક્રિય દોરીમાં જેવી રીતે ભ્રાંતિથી જન્મેલા સર્પનું આવાગમન હોતું નથી તેવી જ રીતે વાસ્તવમાં આત્મામાં માયારૂપી ભ્રાંતિએ કલ્પેલા બંધન કે મોક્ષનું આવાગમન હોઈ શકે નહીં.
બંધન અને મોક્ષ તો અવિદ્યાજન્ય આવરણના આવાગમનથી જ અનુભવાય છે. જ્યાં સુધી અજ્ઞાનનું આવરણ હોય ત્યાં સુધી ભ્રાંતિકલ્પિત બંધન અનુભવાય છે અને આવરણ દૂર થતાં બંધન દૂર થયું અને બંધનથી મુક્તિ મળી, તેવો ભાસ થાય છે, જેને મોક્ષ કહેવાય છે. પરંતુ વાસ્તવમાં તો બ્રહ્મને કોઈ પણ પ્રકારે કોઈ પણ જાતનું આવરણ હોઈ શકે નહીં. કારણ કે બ્રહ્મથી ભિન્ન કોઈ વસ્તુનું જો અસ્તિત્વ જ ન હોય તો બ્રહ્મને ઢાંકવાવાળું કે આચ્છાદિત કરનારું આવરણ આવે ક્યાંથી? છતાં જો આવરણનું અસ્તિત્વ સાચું માનીએ તો દૈતની જ સિદ્ધિ થઈ કહેવાય અને તેવી સિદ્ધિમાં