________________
૮૨૪
તો આત્માની અદ્વિતીયતાનો ભંગ થાય અને આત્મા અભેદ છે, અદ્વૈત છે તેવું કદાપિ સિદ્ધ કે સાબિત થઈ શકે નહીં. તદુપરાંત, શ્રુતિ કે વેદને પણ દ્વતનું અસ્તિત્વ સ્વીકાર્ય નથી. કારણ કે શ્રુતિસંમત સિદ્ધાંત છે કે બ્રહ્મથી અતિરિક્ત, અન્ય, જુદું, દ્વતરૂપે કંઈ જ અસ્તિત્વમાં નથી. “न त्वं नाहं न चान्यद्वा सर्वं ब्रह्मैव केवलम्" .
(મહોપનિષદ-પ/૪૬) “તું નથી, હું નથી કે બીજું કંઈ નથી, બધું કેવળ બ્રહ્મ જ છે.”
બંધન અને મોક્ષ બન્ને બુદ્ધિના ગુણ છે છતાં અજ્ઞાનીઓ આત્મારૂપી વસ્તુમાં વ્યર્થ જ બંધન અને મોક્ષની કલ્પના કરે છે. જેવી રીતે વાદળાંથી અનેકગણો, મોટો, મહાન સૂર્ય ન તો ઢંકાઈ જાય કે ન તો નાના વાદળાં સૂર્યને આવરણ પૂરું પાડી શકે. તેમ છતાં અજ્ઞાનીઓ માની લે છે કે વાદળાંથી સૂર્ય ઢંકાઈ ગયો છે કે આચ્છાદિત થઈ ગયો છે. પરંતુ વાસ્તવમાં તો વાદળાં આપણી નાની આંખ આગળ જ અવરોધરૂપે ખડા થઈને આંખનું આવરણ બને છે, આંખને જ ઢાંકે છે. તેવી રીતે અજ્ઞાનરૂપી આવરણ બુદ્ધિને . ઢાંકી શકે કે આચ્છાદિત કરી શકે; નિરાકાર, સર્વવ્યાપ્ત આત્માને કદાપિ આચ્છાદિત કરી શકે નહીં. તેથી સ્પષ્ટ થાય છે કે આત્માને આવરણ નથી માટે આત્મા બંધનમાં પડી શકે નહીં. આત્મા કદાપિ બંધનમાં નહોતો તેથી મુક્તિ કે મોક્ષની ભ્રાંતિ પણ આત્માને હોઈ શકે નહીં. માટે જ આત્માને નિત્ય મુક્ત કહ્યો છે અને બંધન કે મોક્ષ જેવી ભ્રાંતિને મન કે બુદ્ધિની કલ્પના જ ગણવામાં આવે છે. તે જ કારણે બુદ્ધિને સૂક્ષ્મદર્શી, અભેદકર્દી બનાવવાનો તથા મનને શુદ્ધ કરવાનો ઉપદેશ, આદેશ કે સંકેત આપવામાં આવે છે.
(છંદ-અનુરુપ) अस्तीति प्रत्ययोयश्च यश्च नास्तीति वस्तुनि ।
बुद्धरेव गुणावेतौ न तु नित्यस्य वस्तुनः ॥५७३॥ वस्तुनि
= કોઈ પદાર્થમાં ઃ ગતિ રતિ વ - તે છે' એવી