________________
૬૧
ઇન્દ્રિય પોતાના ખાસ વિષયને જ જાણી શકે છે, એક ઇન્દ્રિય બીજી ઇન્દ્રિયના વિષયને જાણી શકતી નથી. તાત્પર્ય એ છે કે દરેક વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ભિન્ન ભિન્ન સાધન છે. માટે યોગ્ય અને વિશિષ્ટ સાધન હોય, તો જ તે વિષયનું જ્ઞાન થઈ શકે છે.
જો દરેક વિષયનું જ્ઞાન ખાસ પ્રકારના સાધનની અપેક્ષા રાખતું હોય તો આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે કયા સાધનની જરૂર પડે? વિચાર કરતાં સ્પષ્ટ સમજાય છે કે નિરાકાર હોવાથી આત્માને રૂપ નથી માટે તેને આંખ વડે જોઇ શકાય નહીં. આ જ પ્રમાણે સમજી શકાય કે આત્મામાં નથી તો શબ્દ, નથી આત્માનો કોઈ વિશિષ્ટ સ્પર્શ, નથી તેમાં કોઈ પ્રકારની ગંધ કે નથી આત્માનો કોઈ સ્વાદ. માટે કોઈ પણ ઇન્દ્રિય દ્વારા આત્મા જાણી શકાય તેમ નથી. પાંચ વિષયોથી રહિત આત્મતત્ત્વ ઇન્દ્રિયગમ્ય નથી, ઇન્દ્રિયગોચર નથી, માટે જ તેને જાણવા માટે વિશેષ પ્રકારના અધિકા૨ની જરૂર છે. યોગ્ય અધિકા૨ીને આપેલો ઉપદેશ જ સાર્થક થાય છે. માટે આપણા શાસ્ત્રોમાં જે કોઈ ઉપદેશ આપવામાં આવ્યો છે તે અધિકારીને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યો છે. જેવો જેનો અધિકાર તેવો તેને ઉપદેશ. આમ, અધિકારભેદે ઉપદેશ આપવાની શાસ્ત્રની પરંપરાગત પ્રણાલિકા છે. એ પ્રણાલિકાનું દર્શન કરાવતાં શંકરાચાર્યજી કહે છે કે,
'अधिकारिणमाशास्ते फलसिद्धिर्विशेषतः । '
‘ફળની સિદ્ધિ ખાસ પ્રકા૨ના અધિકારીની અપેક્ષા રાખે છે.’ ગમે તેને ઉપદેશ આપવાથી જ્ઞાન થતું નથી, અધિકારી હોય તેને જ ઉપદેશ આપવાથી જ્ઞાન થાય છે.
આત્મજ્ઞાનના અધિકારીનું સ્વરૂપ આચાર્યશ્રીએ આ ગ્રંથમાં અતિ વિસ્તારપૂર્વક સમજાવ્યું છે. શંકરાચાર્યજી અધિકા૨ીનું સ્વરૂપ સમજાવે, તે પૂર્વે આપણે આત્મજ્ઞાનના જિજ્ઞાસુની પ્રાથમિક લાયકાત વિશે વિચાર કરીએ. સત્સંગમાં ઘણાં લોકો આવતાં હોય, પરંતુ દરેક વ્યક્તિ એક સરખું ગ્રહણ કરતી નથી. કોઈને વધુ સમજાય અને કોઈને ઓછું, ગ્રાહકતાનો આધાર