________________
૬૦
કરી શકાય છે. તેમ હજારો જન્મથી આપણે અજ્ઞાનરૂપી અંધારામાં હોઈએ તો પણ, જ્ઞાનરૂપી દીપક પ્રગટાવવાથી ક્ષણ માત્રમાં અનેક જન્મોના અજ્ઞાનનો નાશ થઈ શકે તેમ છે. એક ક્ષણ માટે પણ જો આત્મસ્વરૂપમાં ચિત્ત સ્થિર થઈ શકે, તો હજારો જન્મોના સંચિત કરેલાં અનેક પુણ્ય-પાપરૂપ કર્મો ક્ષણમાત્રમાં ભસ્મીભૂત થઈ શકે છે. તેથી જ આત્મસ્વરૂપના જ્ઞાન માટે અને અજ્ઞાનની નિવૃત્તિ માટે મહાત્માના કે શાસ્ત્રના હિતકારક વચનોનો વિચાર કરવો જોઈએ.
(છંદ-અનુષ્ટ્રપ) अधिकारिणमाशास्ते फलसिद्धिर्विशेषतः । .
उपायाः देशकालाद्याः सन्त्यस्यां सहकारिणः ।।१४।। પત્તસિદ્ધિ: = આત્મજ્ઞાનરૂપી મામ્ = આમાં
ફળની પ્રાપ્તિ દેશનાધાર = દેશ, કાળ વગેરે વિશેષતઃ = ખાસ પ્રકારની ઉપાયા: = સાધનો
પાત્રતાવાળા સહઋરિપઃ = સહાયક ધારિણમ્ = અધિકારીની સન્તિા = થાય છે. માશાસ્તે = અપેક્ષા રાખે છે
* અધિકારી વર્ણન
કોઈ પણ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરવા યોગ્ય અને વિશિષ્ટ પ્રકારના સાધનની આવશ્યકતા રહે છે. રૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો આંખની અને શબ્દનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો કાનની જરૂર પડે. માટે રૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવામાં આંખને સાધન કહેવાય અને શબ્દનું જ્ઞાન પ્રાપ્ત કરવામાં કાનને સાધન કહેવાય. આ જ પ્રમાણે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, આ પાંચ વિષયોનું જ્ઞાન પ્રાપ્ત થવામાં અનુક્રમે કાન, ચામડી, આંખ, જીહા અને નાક, આ પાંચ જ્ઞાનેન્દ્રિયો સાધન કહેવાય છે. કાન શબ્દનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે પણ એ કાન વડે રૂપ જોઈ શકાય નહીં, કારણ કે કાન રૂપને જોવા માટેનું યોગ્ય સાધન નથી. રૂપને જાણવું હોય તો આંખ જ જોઈએ. દરેક