________________
૫૯
તિરૂપતિમાં જ નથી. આત્મા આપણી અંદર છે માટે આત્માને પ્રાપ્ત કરવાના અનેક રસ્તા હોઈ શકે નહીં. એટલું જ નહીં આપણે સ્વયં આત્મસ્વરૂપ જ છીએ. આત્મા તો સૌને પ્રાપ્ત જ છે. માટે, સ્નાન, દાન, પ્રાણાયામ જેવા કર્મની જરૂર નથી. છતાં તેવા કર્મો ચિત્તશુદ્ધિરૂપી કિનારા પર જવા મદદરૂપ થશે. જેમ પેલી ખોવાયેલી વીંટી અનેક કર્મો કરવાથી મળવાની નથી, પરંતુ માત્ર અંધારું દૂર કરવામાં આવે, તો તે મળી શકે તેમ છે. વીંટી જોવા માટે અંધારું દૂર કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી, તે જ પ્રમાણે અંતરાત્માને પ્રાપ્ત કરવો હોય તો સ્નાન, દાન, પૂજાપાઠ કે યાત્રા મહત્ત્વનાં નથી કારણ કે તેવા સૌ કર્મો તો માત્ર ચિત્તશુદ્ધિના જ સાધન છે.
' જો કર્મનું ફળ માત્ર અંતઃકરણની શુદ્ધિ જ છે તો મોક્ષ કે મુક્તિ કેવી રીતે થાય? આત્મસાક્ષાત્કાર કેવી રીતે થાય? અજ્ઞાન દૂર કરવાથી આત્મસાક્ષાત્કાર થતો હોય તો અજ્ઞાન દૂર કરવાના કેટલા રસ્તા? આવા અનેક પ્રશ્નોનું શ્રવણ અને વિચાર દ્વારા સમાધાન મેળવી, એવા નિષ્કર્ષ પર પહોંચવું જોઈએ કે સ્નાન, દાન, પ્રાણાયામ આદિ કર્મોથી, અજ્ઞાનનો નાશ થતો નથી કે આત્મસાક્ષાત્કાર થતો નથી. ચિત્તની શુદ્ધિ માટે અનેક કર્મો હોઈ શકે અને તેવા કર્મો પણ સકામ ન હોવા જોઈએ. માત્ર નિષ્કામકર્મ જ ચિત્તશુદ્ધિનું ફળ પ્રદાન કરી શકે અને ચિત્તશુદ્ધિ જ જ્ઞાન માટે અધિકાર જન્માવી શકે. આમ સ્પષ્ટ થાય છે કે ચિત્તની શુદ્ધિ માટે અનેક રસ્તાઓ હોઈ શકે પણ અજ્ઞાનની નિવૃત્તિ માટે અનેક માર્ગો ન સંભવી શકે. અજ્ઞાનની નિવૃત્તિ માત્ર જ્ઞાનથી જ થાય છે, તે નિર્વિવાદ સત્ય છે.
. અનેક જન્મોથી આપણે પોતાને દેહ માનતા આવ્યા છીએ. અગણિત જન્મોના ખોટા અભ્યાસથી અજ્ઞાન અત્યંત દઢ થઈ ગયું છે. હવે વિચાર કરીએ કે અનેક જન્મોથી દઢ થયેલા અજ્ઞાનની નિવૃત્તિ કરવામાં કેટલો સમય લાગે ? કોઈ એક ગુફામાં હજારો વર્ષોથી અંધારું હોય. આ હજારો વર્ષ જૂના અંધકારને દૂર કરવા કંઈ હજારો વર્ષ સુધી દીવો સળગાવવો પડતો નથી. દીપક પ્રગટાવીને એક ક્ષણ માત્રમાં હજારો વર્ષ જૂનો અંધકાર દૂર