________________
૫૮
ત્યાં ખૂબ ભીડ હતી, સૂર્યાસ્તનો સમય હતો, અને વીંટી હાથમાંથી સરી પડી. તમે વીંટીને શોધવા લાગ્યા, ત્યાં એક મિત્ર જોઈ ગયો, તેણે પૂછ્યું, ‘શું થયું?’ તમે જવાબ આપ્યો ‘ખૂબ કિંમતી વીંટી ખોવાઈ ગઈ છે તે શોધું છું.’ મિત્રે ફરીથી પૂછ્યું, ‘ક્યાં ખોવાઈ છે? ક્યારે ખોવાઈછે?’ મિત્રને આગળ બોલતાં રોકીને તમે ધીરેથી કહ્યું, ‘અરે ભાઈ! ધીરેથી બોલ, હમણાં જ ખોવાઈ છે, આટલામાં જ ખોવાઈ છે.' આગંતુક મિત્ર શોધમાં જોડાયો અને, પુનઃ શોધ શરૂ થઈ. થોડીવારમાં વધુ બે મિત્રો શોધકાર્યમાં જોડાયા. શોધતાં શોધતાં થાકીને એક મિત્ર બોલ્યો, ‘થોભો, મને મંત્રજપ કરી લેવા દો, જપ કરવાથી મળી જશે.’ થોડીવા૨ પછી બીજો મિત્ર બોલ્યો, ‘હું મંદિરમાં દર્શન કરી આવું, દર્શન કરવાથી મળી જશે.' ત્યારબાદ ત્રીજો મિત્ર બોલ્યો, ‘હું સમુદ્રસ્નાન કરી આવું.’ એટલે ચોથાએ કહ્યું કે ‘થોડું દાન-ધર્મ કરીએ તેનાથી મળી જશે.’ વીંટી શોધવાના ઉપાયરૂપે ઘણાં સૂચનો પ્રાપ્ત થયાં. હવે વિચાર કરીએ કે વીંટી શોધવાના વાસ્તવમાં ઉપાય કેટલાં? અને કયો ઉપાય સાચો? કોઈ પણ સમજુ વ્યક્તિએ એક જ નિષ્કર્ષ પર આવવું પડે કે નજીકમાં પડેલી વીંટી જો અંધારાને લીધે જ ન દેખાતી હોય, તો અંધારું જ દૂર કરવું જોઈએ. ઉપરાંત અંધારું દૂર કરવાના અનેક ઉપાય ન હોઈ શકે. અંધારું દૂર કરવાનો તો માત્ર એક જ ઉપાય છે. અંધારાનો પૂર્ણવિરોધી પ્રકાશ લાવીએ એટલે અંધારું આપોઆપ छूर થઈ જાય. અર્થાત્ ખરેખર તો અંધારું અને પ્રકાશ અન્યોન્યનાં પૂર્ણવિરોધી હોવાથી એક જ સમયે એક સાથે અસ્તિત્વમાં ન હોઈ શકે. તેવું જ આપણા સ્વરૂપના જ્ઞાન વિશે છે. જેમ અંધારું દૂર ન થાય તો વીંટી ન મળે તેમ આત્માનું અજ્ઞાન દૂર ન થાય ત્યાં સુધી આત્મજ્ઞાન થઈ શકે નહીં અને અજ્ઞાન દૂર કરવા આત્મવિચારરૂપી પ્રકાશ જ જરૂરી છે. અન્ય સાધન નહીં.
આમ, ઉપરોક્ત દૃષ્ટાંતમાં અંધારાને લીધે નજીકમાં જ રહેલી વીંટી મળતી નથી, તેમ અજ્ઞાનને લીધે જ આપણું આત્મસ્વરૂપ, અત્યંત પાસે હોવા છતાં જણાતું નથી. આત્મા અન્ય દેશમાં હોય તો તેને પ્રાપ્ત કરવાના અનેક રસ્તા હોઈ શકે, પરંતુ આત્મા કંઈ આપણાથી દૂર કાશી, મથુરા કે