________________
૭૫૯
મોજાંઓ, ઉત્પત્તિ, સ્થિતિ અને લયની રમત રમ્યા કરે છે.
(છંદ-ઉપજાતિ) स्थूलादिभावाः मयि कल्पिता भ्रमा
दारोपिता नु स्फुरणेन लोकैः । काले यथा कल्पकवत्सरायना
दयो निष्कल निर्विकल्पे ॥ ४६८॥ यथा
= જેવી રીતે काले
= કાળમાં વન્ય–વત્સર–મયન-ઋત્વીય = કલ્પ, વર્ષ, અયન, ઋતુ વગેરે आरोपिताः *
= આરોપિત થાય છે તેવી રીતે) निष्कल-निर्विकल्पे मयि = અવયવરહિત અને નિર્વિકલ્પ મારામાં लोकैः भ्रमात्
= લોકો ભ્રમને કારણે स्फुरणेन
= થતી ફુરણાને લીધે (જ)
= ખરેખર स्थूलादि भावाः
= શૂળ, (સૂક્ષ્મ) વગેરે ભાવોની कल्पिताः
= કલ્પના કરે છે. જેવી રીતે અકળ, નિષ્કળ કે નિર્વિકલ્પ કાળમાં વાસ્તવમાં કોઈ વિભાગો છે જ નહીં છતાં કલ્પ, વર્ષ, અયન, ઋતુ, માસ, દિવસ, કલાક, મિનિટ, ક્ષણ જેવા વિભાગો કાળ ઉપર આરોપ માત્ર છે. તેવી જ રીતે નિર્વિકલ્પ, નિરવયવી મુજ અખંડ આત્મામાં કોઈ ખંડ કે ભેદ છે જ નહીં. છતાં અધ્યાસ, અજ્ઞાન કે ભ્રમને કારણે સ્ફરેલી ભ્રમણાઓ દ્વારા જ લોકો મુજમાં સ્થૂળ દેહ, સૂક્ષ્મ દેહ આદિની કલ્પના કરે છે.
નિષ્કર્ષમાં મુજ બ્રહ્મરૂપી અધિષ્ઠાનમાં સમગ્ર વિશ્વની કલ્પના આરોપિત છે અને હું તેવી કલ્પનાથી નિર્લેપ અને નિઃસંગ છું. તો મારામાં