________________
૭૬૦
સ્થળ અને સૂક્ષ્મ જેવી કલ્પના ક્યાં?
| (છંદ-ઉપજાતિ) आरोपितं नाश्रयदूषकं भवेत् ।
कदापि मूढैर्मतिदोषदूषितैः । नार्दीकरात्यूषरभूमिभागं
___मरीचिकावारिमहाप्रवाहः ॥४६६॥ મરીવિશ–વારિ-મહાપ્રવાહં = જેમ ઝાંઝવાના જળનો મોટો પ્રવાહ ऊषरभूमिभागम् = ત્યાંની ખારી જમીનને न आर्दी करोति = ભીની કરતો નથી મીતિકોષદૂષિતૈઃ મૂઃ = (તેમ) બુદ્ધિદોષને લીધે દૂષિત (ભ્રમિત)
થયેલા મૂઢજનોએ મોતિં જ પિ = આરોપિત કરેલી વસ્તુ ક્યારેય ગાયવૂષ ભવેત્ = આશ્રયને (અધિષ્ઠાનને) દૂષિત કરનારી
થતી નથી. બુદ્ધિના દોષને લીધે, જેઓની બુદ્ધિ દૂષિત થઈ ગઈ છે તેવા મૂઢજનોએ, જેમાં કોઈ.વસ્તુનો આરોપ કર્યો હોય તે આરોપિત વસ્તુ કોઈ પણ કાળે પોતાના આશ્રય કે અધિષ્ઠાનને દૂષિત કરી શકે નહીં. જેવી રીતે ઝાંઝવાના જળનો મોટો પ્રવાહ ત્યાંની ખારી જમીનને ભીની કરી શકે નહીં.
જેવી રીતે દોરીના બદલે દેખાયેલા સર્પનું ઝેર કંઈ દોરીને ચઢતું નથી. દોરી પોતે જ સર્પરૂપે દેખાતી હતી, તેવું જ્ઞાન થયા બાદ, દોરીને સ્પર્શ કરવાથી કોઈને કદીએ ઝેર ચઢયું હોય તેવું સાંભળ્યું છે ખરું? અગર ભ્રાંત-સર્પથી કોઈ મર્યો હોય તેવું જાણ્યું છે ખરું? જેમ ઝાંઝવાના જળમાં કોઈ ડૂબે નહીં તેમ પરબ્રહ્મ કે આત્મા ઉપર જે જગત આરોપિત છે તેમાં ડૂબે કોણ? કઈ રીતે? માત્ર કોઈ અતિ મૂઢ જ આરોપિત ભવસાગરમાં ડૂબી શકે, વિવેકીને તો ભવસાગર જ નથી, તો ડૂબવાનો પ્રશ્ન કેવો? જેમ