________________
૭૪૪
સંસારબંધનથી તારી તેના આત્મસ્વરૂપમાં નિમગ્ન કર્યો. ત્યારબાદ શિષ્ય પોતાની આત્મદશામાં સન્નિષ્ઠ થઈ એકાંતવાસનું સેવન ક૨ી ૨હેવા લાગ્યો અને થોડા સમય બાદ પોતાની બ્રાહ્મી સ્થિતિથી ઉત્થાન પામી પોતાની અલૌકિક ચમત્કૃતિ અને આશ્ચર્યનું વર્ણન ક૨વા જાણે અધીરો થયો હોય તેમ અલૌકિક અનુભૂતિની અભિવ્યક્તિ કરવા તૈયાર થાય છે. તેનું બે શ્લોકમાં વર્ણન કરી ત્યારબાદ લગભગ ચાલીસ શ્લોક દ્વારા શિષ્યની આશ્ચર્યમય દશાનું વર્ણન ક૨વામાં આવે છે તથા તેની આત્મજ્ઞાનરૂપી અખૂટ સંપત્તિનો ખજાનો જાહેરમાં મુમુક્ષુઓના હિતાર્થે ખુલ્લો મૂકવામાં આવે છે.
એ પ્રમાણે શ્રુતિ પ્રમાણિત સદ્ગુરુના વચનોથી તથા સ્વાનુભવથી પરમાત્મતત્ત્વને બરાબર સમજીને ઇન્દ્રિયોને શાંત કરી, શાંત ચિત્તવાળો શિષ્ય સ્થિર અખંડાકારવૃત્તિવાળો થઈ, આત્મસ્વરૂપમાં સ્થિત થઈ ગયો અર્થાત્ એકાંતસેવન કરવા લાગ્યો.
થોડા વખત સુધી એકાંતસ્થળે રહેતાં રહેતાં પરબ્રહ્મમાં ચિત્તને સમાહિત કરીને સમાધિની અલૌકિક, અવસ્થાને પ્રાપ્ત કરી, પરમાનંદમાં સ્થિત થઈ ગયો. ત્યા૨બાદ પોતાની અવર્ણનીય આત્મસ્થિતિથી વ્યુત્થાન પામીને પોતાની આત્મસ્થ દશાનું વર્ણન ક૨વા તથા આશ્ચર્યજનક અનુભૂતિને વાચા આપવા તત્પર થઈ સંભાષણ કરવા લાગ્યો કે
(છંદ-ઉપજાતિ)
बुद्धिर्विनष्टा गलिता प्रवृत्तिः ब्रह्मात्मनोरेकतयाऽधिगत्या ।
इदं न जानेऽप्यनिदं न जाने
किं वा कियद्वा सुखमस्त्यपारम् ॥४८२॥
ब्रह्मात्मनाः एकतया = જીવ અને બ્રહ્મનું એકત્વ अधिगत्या = જાણ્યા પછી