________________
૭૪૦
સંસારસાગરને તરી જવા પ્રયત્નશીલ રહેવું જોઈએ.
માતાના વાત્સલ્ય અને કરુણાને વર્ષાવતી તથા અજ્ઞાનના અંધારા દૂર કરી જ્ઞાનચક્ષુ પ્રદાન કરતી જનેતા જેવી શ્રુતિ અને અનંત જન્મોના પાપ કર્મોથી છોડાવી અધ:પતનનું દ્વાર બંધ કરી, આત્મોન્નતિનો પરમ માર્ગ દર્શાવનાર ગુરુજનોની અત્રે સ્તુતિ કરતા તેમની તટસ્થ જ્ઞાનદષ્ટિને આદિ શંકરાચાર્યજીએ જાણે પ્રણામ કર્યા હોય, તેવું અલૌકિક દર્શન થયા વિના રહેતું નથી.
તાત્પર્યમાં, દેવી શ્રુતિ, સદ્ગુરુ અને ઈશ્વરકૃપા દ્વારા જે શિષ્ય કે સાધક અલંકૃત થયેલો હોય, તેણે વિના વિલંબે પ્રમાદ ત્યાગી ભવસાગરના બંધનને તરી જવા તત્પરતાથી તૈયાર થવું જોઈએ.
(છંદ-અનુષ્ટ્રપ) स्वानुभूत्या स्वयं ज्ञात्वा स्वमात्मानमखण्डितम् । संसिद्धः सुसुखं तिष्ठेनिर्विकल्पात्मनात्मनि ॥४७८॥
સ્વાનુમૂત્મા = પોતાના અનુભવથી સ્વયં સ્વમ્ . = પોતે જ પોતાને માં માત્માનમ્ = અખંડ આત્મસ્વરૂપ ज्ञात्वा
= જાણી કે અનુભવીને संसिद्धः
= સિદ્ધિને વરેલો निर्विकल्पात्मना = કોઈ પણ વિકલ્પ-સંશયવગરનો થઈને आत्मनि
= આત્મામાં સુલુલં તિષ્ય = સુખપૂર્વક સ્થિતિ કરે.
હે શિષ્ય! પોતાના અનુભવ દ્વારા પોતે જ પોતાને અખંડ આત્મસ્વરૂપ સમજીને કે અનુભવીને સિદ્ધિને વરેલો, કોઈ પણ વિકલ્પ કે સંશય વગરનો થઈને આત્મામાં સુખપૂર્વક સ્થિતિ કરે, તે જ મુમુક્ષુનું અંતિમ