________________
૭૩૯
જોઈ કે તરસે વલખા મારતા અગર પાણી માટે આકુળ વ્યાકુળ થનારાની દશા જોઈ, અન્ય કોઈ તો ભૂખ કે તરસ બાબતનું અનુમાન જ કરી શકે. તેને કંઈ અન્યની ભૂખ-તરસનો સાક્ષાત અનુભવ કે પ્રત્યક્ષ જ્ઞાન થઈ શકે નહીં. તેવી જ રીતે મોક્ષ કે મુક્તિનો અલૌકિક આનંદ, મુક્ત થયેલો જ જાણી શકે છે. માટે પ્રત્યેક મુમુક્ષુએ શાસ્ત્રાદિના પરોક્ષજ્ઞાન ઉપર મદાર રાખ્યા વિના અગર પોતાના સદ્ગુરુ મહાન જ્ઞાની છે તેથી પોતે પણ જ્ઞાની થઈ શકે તેવી ભ્રાંતિમાં રહ્યા વિના, પોતે જાતે જ મુક્તિની, મોક્ષની કે આત્મસાક્ષાત્કારની અવર્ણનીય ઉન્મત્ત દશાનો અપરોક્ષ રીતે અનુભવ કરવો જોઈએ.
" (છંદ-અનુષ્ટ્રપ) तटस्थिता बोधयन्ति गुरवः श्रुतयो यथा । * પ્રજ્ઞવ તદ્ધિતાનીશ્વરનુદીતયા ૪૭ળા યથી મૃતયઃ - શ્રુતિઓની જેમ TRવઃ તસ્થિતા: = ગુરુઓ તટસ્થ રહીને વોપત્તિ * = બોધ આપે છે. (માટે) विद्वान् = વિદ્વાન (વિચારકે) ફૅશ્વરાનુગૃહીતયા - ઈશ્વરની કૃપાથી પ્રાપ્ત થયેલી પ્રજ્ઞયા તે = બુદ્ધિથી સંસારસાગરને તરી જવો.
હે શિષ્ય! નિઃસંદેહ એક વસ્તુ શ્રદ્ધાયુક્ત અને સંશયમુક્ત થઈ સદાને માટે સ્વીકારી લે અને તેનું વિસ્મરણ ન થાય માટે તારા અંત:કરણની અદેશ્ય શિલાઓ ઉપર શિલાલેખની જેમ કોતરી રાખ કે “તટસ્થતા વોકયન્તિ ગુરવઃ કૃતયો યથા !જેવી રીતે વેદો, વેદની શ્રુતિઓ કે ઉપનિષદો નિષ્પક્ષ થઈ તટસ્થ રીતે બંધનથી મુક્તિનો બોધ આપે છે તે જ રીતે સદ્ગુરુઓ પણ નિત્ય નિરંતર નિષ્પક્ષભાવમાં તટસ્થ રહીને જ બોધામૃતનું પાન કરાવે છે. માટે વિદ્વાન વિચારકે ઈશ્વરની કૃપાથી પ્રાપ્ત થયેલી બુદ્ધિ દ્વારા