________________
૭૩૮
હે શિષ્ય! તારા પોતાના અજ્ઞાનરૂપી બંધનના સંબંધથી મુક્તિ મળતાં સત, ચિત અને આનંદસ્વરૂપ આત્માની પ્રાપ્તિ થાય છે. તે બાબતમાં શાસ્ત્ર, યુક્તિ અને આચાર્યની ઉક્તિ કે ઉપદેશ પ્રમાણ ગણવામાં આવે છે. તે જ પ્રમાણે અંતઃકરણસિદ્ધ પોતાનો સ્વાનુભવ પણ આ વિષયમાં પ્રમાણ ગણાય છે.
સચ્ચિદાનંદ આત્માના સાક્ષાત્કાર વિષે જો શંકા જાગે તો શાસ્ત્ર કે શ્રુતિના વિધાનો કે મહાવાક્યો સાથે પોતાના અનુભવની ચકાસણી કરી જોવી. છતાં સમાધાન ન થાય તો ન્યાય કે તર્કની યુક્તિ સાથે પોતાના અનુભવનો સમન્વય છે કે નહીં તે તપાસી જોવું. તેમ છતાં સંદેહ કે શંકા અવશેષ રહે તો આચાર્ય કે સદ્ગુરુના ઉપદેશવાક્યોની અગર આચાર્યશ્રીની મદદ લઈ શંકાનું સમાધાન શોધવું. કારણ કે શાસ્ત્રયુક્તિ અને આચાર્યની ઉક્તિ અર્થાત્ સદ્ગુરુના ઉપદેશવાક્યોને આત્મસાક્ષાત્કારમાં પ્રમાણ માનવામાં આવ્યા છે અને સાથે પ્રત્યેક મુમુક્ષુનો આંતર સ્વાનુભવ તો પ્રમાણ હોય જ તેવું કહેવાની આવશ્યકતા રહેતી નથી.
| (છંદ-અનુષ્ટ્રપ) बन्धो मोक्षश्च तृप्तिश्च चिन्ताऽऽरोग्यक्षुधादयः ।
स्वेनैव वेद्या यज्ज्ञानं परेषामानुमानिकम् ॥४७६॥ વ: મોક્ષ: ૨ તૃતિઃ- = બંધન, મોક્ષ, અને સંતોષ વિન્તા-મારોથ-સુધાલય: ૨ = ચિંતા, આરોગ્ય અને ભૂખ-તરસ વગેરેને स्वेन एव वेद्याः = પોતે જ જાણી શકે છે. यत् ज्ञानं परेषाम् = જે (બંધન, મોક્ષાદિનું) જ્ઞાન છે તે અન્યને आनुमानिकम्
= (તો માત્ર) અનુમાન દ્વારા જ જણાય છે. હે શિષ્ય! બંધન, મોક્ષ, સંતોષ, ચિંતા, આરોગ્ય તથા ભૂખ, તરસ વગેરેનું જ્ઞાન તો પોતાને જ થઈ શકે છે. પોતાને લાગેલી ભૂખ કે તરસ આદિનું જ્ઞાન, અન્યને કઈ રીતે થઈ શકે? છતાં ભૂખ્યા માણસનું મોં