________________
જ શાશ્વત શાંતિ કહેવાય છે, માટે તું પણ તારા પોતાના હૃદયસ્થ પરમતત્ત્વને આનંદઘનસ્વરૂપ તરીકે વિચારીને તારા મન દ્વારા કલ્પિત મોહ કે અજ્ઞાનનું પ્રક્ષાલન કરી આત્મજ્ઞાની તથા મુક્ત થઈ કૃતકૃત્ય થા.
આ પ્રમાણે શિષ્યને આત્મવિચારણા દ્વારા મનુષ્યજન્મનું અંતિમ લક્ષ્ય પ્રાપ્ત કરી જીવનની સાર્થકતા કે કૃતકૃત્યતા અનુભવવાનો સંદેશ આપવામાં આવ્યો છે.
समाधिना
साधु
(છંદ–ઉપજાતિ)
समाधिना साधु विनिश्चलात्मना पश्यात्मतत्त्वं स्फुटबोधचक्षुषा ।
निःसंशयं सम्यगवेक्षितश्चेच्छ्रुतः पदार्थो न पुनर्विकल्पते ॥४७४॥
विनिश्चलात्मना स्फुटबोधचक्षुषा
आत्मतत्त्वम्
पश्य श्रुतः पदार्थः
निःसंशयम्
सम्यक् अवेक्षितः चेत् पुनः न विकल्पते
=
સમાધિથી
સારી રીતે
ચિત્તને સ્થિર કરી
સમ્યક્ જ્ઞાનરૂપી ચક્ષુથી
આત્મતત્ત્વને
જોઈ લે– (જાણી લે)
(કા૨ણ કે) શ્રવણ કરાયેલ વસ્તુ
= · સંશયરહિત થઈ
જો સા૨ી ૨ીતે જાણી હોય તો
તેમાં ફરી સંદેહ કે વિકલ્પ ઊઠતો નથી.
=
=
=
૭૩૬
=
=
=
=
=
હે શિષ્ય! સમાધિ દ્વારા તું સારી રીતે તારા ચિત્તને સ્થિર કરી સમ્યક્ જ્ઞાનરૂપી ચક્ષુથી આત્મતત્ત્વને જાણી લે, અર્થાત્ અપરોક્ષ રીતે આત્મા સાથે અભેદાનુભૂતિ કરી લે કારણ કે શ્રવણ કરાયેલી વસ્તુ સંશયરહિત થઈ