________________
૭૩૫
આવી પરમનિવૃત્તિ એટલે જ ભવસાગરતરણ કે સંસારચક્રના આવાગમનરૂપી ફેરાની સમાપ્તિ કે દેશ્યપ્રપંચની આત્યંતિક નિવૃત્તિ. આવી નિવૃત્તિમાં જન્મ અને મૃત્યુની અગર કર્મ અને ફળની આવૃત્તિ પૂર્ણપણે નાશ પામે છે અને માટે જ આવી પરમનિવૃત્તિને જ શાશ્વત શાંતિ પણ કહેવાય
(છંદ-ઉપજાતિ) भवानपीदं परतत्त्वमात्मनः
स्वरूपमानन्दघनं विचार्य । विधूय मोहं स्वमनः प्रकल्पितं
મુp: કૃતાર્થો ભવતુ પ્રબુદ્ધ II૪૭રૂા મવાનું માપ = તું પણ इदं आत्मनः = આ પોતાના પરતત્ત્વમ્
= પરમતત્ત્વને (સ્વસ્વરૂપને) आनन्दघनं स्वरूपम् = આનંદઘન સ્વરૂપ विचार्य
= વિચારીને (જાણીને) સ્વમન: સ્પિાં મોહમ્ = પોતાના મનથી કલ્પિત મોહનું विधूय
= પ્રક્ષાલન કરી વૃદ્ધ: મુw: કૃતાર્થ = આત્મજ્ઞાની, મુક્ત, કૃતકૃત્ય
= થા.
શિષ્યને શિખામણ
પાનિધિ સદ્ગુરુ શિષ્યને અનુગ્રહના અભિષેકથી પાવન કરવા માટે સાત શ્લોક દ્વારા સાંકેતિક સૂચનાઓ આપી તેનું દિવ્ય માર્ગદર્શન કરે છે.
भवतु
હે શિષ્ય! પૂર્વે જણાવ્યું છે કે પરમતત્ત્વને જાણવાથી જીવભાવ, કર્મફળબંધન અને સંસારની આત્યંતિક નિવૃત્તિ થાય છે અને એવી નિવૃત્તિ