________________
૭૩૪
પણ ભેદ તો નથી જ અને આરોપ, અધ્યારોપિત કે અધ્યસ્ત સૃષ્ટિનો બ્રહ્મરૂપી અધિષ્ઠાનમાં વિલય કે પ્રલય થવાથી પણ ભેદ અવશેષ રહેતો નથી. આવો ભેદનિષેધ સંતોની અનુભૂતિ છે, ન્યાયની યુક્તિ છે અને વેદોની કૃતિ છે.
| (છંદ-ઉપજાતિ) निरस्तरागा निरपास्तभोगाः
शान्ताः सुदान्ताः यतयो महन्तः । विज्ञाय तत्त्वं परमेतदन्ते
प्राप्ताः परां निर्वृत्तिमात्मयोगात् ॥४७२॥ निरस्तरागाः = (જે કોઈ પણ વસ્તુમાં) રાગરહિત છે નિરપાસ્તો : = (જમણે) ભોગો છોડી દીધા છે, शान्ताः
= (જેમના) ચિત્તના વિક્ષેપો શાંત થયા છે, सुदान्ताः
= (જેઓ) સંયમી છે.(એવા) महन्तः यतयः = મહાશય યતિઓ તત્ પરં તત્ત્વ વિજ્ઞાય = એ પરમતત્ત્વને જાણીને, अन्ते
= છેવટે आत्मयोगात् = આત્મસાક્ષાત્કાર દ્વારા પર નિવૃત્તિમ્ = પરમનિવૃત્તિને (વિદેહમુક્તિને)
= પામ્યા છે.
प्राप्ताः
જ્ઞાનથી પરમનિવૃત્તિ જેઓ ઇન્દ્રિયવિષયો કે ભૌતિક પદાર્થોમાંથી આસક્તિરહિત કે રાગમુક્ત થયા છે, જેમણે શારીરિક કે માનસિક તમામ ભાગોનો ત્યાગ કર્યો છે અને તેવા ત્યાગ દ્વારા જેમનાં ચિત્તગત વિક્ષેપો શાંત થયા છે, તેવા સંયમી કે જીતેન્દ્રિય યતિઓ જ પરમતત્ત્વને જાણીને છેવટે આત્મસાક્ષાત્કાર દ્વારા પરમનિવૃત્તિને પામે છે.