________________
૭૨૮
બને. જો શ્રુતિ એવું કહે કે જ્ઞાન થયા બાદ જ્ઞાનીના શરીર દ્વારા થયેલાં કર્મોનું ફળ મળતું જ નથી, તો તો કર્મનો સિદ્ધાંત જ ખોટો થઈ જાય અને શાસ્ત્રોની વાણી અસત્ય છે, તેવી સંભાવના જન્મ. આવી શંકાના સમાધાનાર્થે કહ્યું છે. કે “સુદઃ ગુખ્યત્યાં કિન્તઃ પાપકૃત્યાં વૃદ્ધત્તી I” જ્ઞાન થયા બાદ, જ્ઞાનીના શરીર દ્વારા કર્મ ન થાય તેવું નથી અને તેનું ફળ કોઈને ન મળે તેવું પણ નથી. તેથી નથી તો કર્મનો સિદ્ધાંત ખોટો પડતો કે શ્રુતિની વાત ખોટી ઠરતી. કારણ કે શ્રુતિએ ઉપર સમજાવ્યું તેમ, આત્મજ્ઞાન બાદ જ્ઞાનીના શરીર દ્વારા જે કોઈ શુભ કર્મો કે પુણ્ય કર્મો થાય છે તેનું ફળ જ્ઞાનીના સુદદને અર્થાત્ તેની સ્તુતિ, સેવા કે પૂજા કરનારા શિષ્ય કે ભક્તને પ્રાપ્ત થાય છે. આમ, જ્ઞાનીના શરીર દ્વારા થતાં સત્કર્મો જેવા આગામી કર્મનું ફળ આપોઆપ તેની સેવા કરનારા પાસે ચાલ્યું જાય છે અને તેના શરીર દ્વારા જે કંઈ અશુભ કર્મ કે પાપ કર્મ થાય, તેનું અશુભ ફળ જ્ઞાનીની નિંદાં, કેષ કે ટીકા કરનારા લોકોને પ્રાપ્ત થાય છે. આમ, જ્ઞાનીના “પુણ્ય કર્મોનું ફળ તેના સુહૃદ અને પાપ કર્મોનું ફળ તેના નિંદકો ગ્રહણ કરે છે.” શાસ્ત્ર પણ આવી જ વાતને સમર્થન આપે છે.
"प्रारब्धं भोगतो नश्येत् शेषं ज्ञानेन दह्यते ।
शारीरं त्वितरत्कर्म तवेषिप्रियवादिनोः ॥”
આત્મજ્ઞાન પછી શરીર પ્રારબ્ધ ભોગવવા ટકે છે અને ભોગથી જ પ્રારબ્ધ કર્મ નષ્ટ થાય છે, જ્યારે સંચિત કર્મ જ્ઞાનગ્નિમાં બળી જાય છે તથા શરીરના આગામી શુભકર્મનું ફળ જ્ઞાનીના પ્રિયવાદીઓને કે તેની સ્તુતિ કરનારાને મળે છે. જ્યારે જ્ઞાનીના શરીર દ્વારા થયેલા અશુભ આગામી કર્મનું ફળ જ્ઞાનીની નિંદા કરનાર કે તેનો વેષ કરનારાને પ્રાપ્ત થાય છે. આમ, જ્ઞાનીના ત્રણે કર્મોનો નાશ થવાથી જ્ઞાની કર્મબંધનથી મુક્ત થઈ જાય છે.
શાસ્ત્રોએ, સંતોએ તથા શ્રુતિ, સ્મૃતિ અને પુરાણોએ પ્રારબ્ધની કથા વાસ્તવમાં તો અજ્ઞાનીની વ્યથા દૂર કરવા માટે જ અને તેની સદીઓ જૂની શંકાની નિવૃત્તિ માટે જ કરેલી છે. તેમાં મુખ્યત્વે તો જીવન્મુક્ત કે જ્ઞાનીનું શરીર, જ્ઞાન થયા બાદ ટકે છે શા માટે? તેવી શંકાનું સમાધાન જો પ્રારબ્ધની