________________
૭ર૭
જ્ઞાન થયું હોવા છતાં તેઓ શરીર સાથે જીવતા રહે છે. ખરી રીતે તો જ્ઞાન થતાંની સાથે શરીરનો નાશ થવો જોઈએ. આવી અનંત શંકાઓના ઉત્તરરૂપે અત્રે આદિ શંકરાચાર્યજી શ્રુતિસંમત વિચારો દ્વારા હવે સમાધાન આપે છે. “સમાતું વહિવૂટ્યા પ્રારબ્ધ વતિ કુતિઃ |
“બાહ્ય કે ઉપલક દષ્ટિથી (અજ્ઞાનીઓને) સમજાવવા માટે જ શ્રુતિએ પ્રારબ્ધની વાત કરી છે” જે જે લોકોને પોતાની સ્થળ કે જડ બુદ્ધિ હોવાને લીધે અને સૂક્ષ્મબુદ્ધિના અભાવમાં એવી શંકા જાગે કે જ્ઞાન થયા બાદ જો અજ્ઞાનનાશ થાય તો, શરીરનો પણ નાશ થવો જોઈએ. તેવી શંકાવાળાને સમાધાનાર્થે શ્રુતિ, શાસ્ત્ર કે ઉપનિષદોએ સમજાવ્યું છે કે જ્ઞાન થયા બાદ પણ જ્ઞાનીનું શરીર ટકી રહે છે કારણ કે શરીરને પ્રારબ્ધ હોય છે અને
જ્યાં સુધી શરીર પ્રારબ્ધ કર્મ ભોગવીને પૂરા ન કરે ત્યાં સુધી શરીરની યાત્રાનો અંત આવી શકે નહીં. માટે જ જ્ઞાન થયા બાદ પણ શરીર, પ્રારબ્ધ ભોગવવા જીવે છે અને જ્ઞાની શરીરના કર્મો કે સુખદુ:ખોને સાક્ષીભાવે જોયા કરે છે. તેથી શરીરના કર્મોનું બંધન જ્ઞાનીને બંધનકર્તા નથી, પરંતુ તેનો અર્થ એવો નથી કે જ્ઞાન થયા પછી જ્ઞાનીનું શરીર, કર્મ કરતું બંધ થઈ જાય. આ બધી વાતો શ્રુતિએ અજ્ઞાનીની શંકાના સમાધાન માટે કહેલી છે. કોઈએ એવું ન સમજવું કે શ્રુતિ કે ઉપનિષદનો હેતુ કે અભિપ્રાય પ્રારબ્ધનો ઉપદેશ આપવાનો અગર દેહ આદિને સત્યરૂપે સમજાવવાનો છે. વાસ્તવમાં તો શ્રુતિનો પરમ પાવન ઉદ્દેશ્ય અને અભિપ્રાય તો માત્ર પારમાર્થિક સત્ય વસ્તુ અર્થાત્ સચ્ચિદાનંદ આત્મા કે “સત્યં જ્ઞાન અનંતમૂ' એવા બ્રહ્મનો બોધ કરાવવાનો
જ છે.
પૂર્વે જણાવ્યું તેમ શ્રુતિએ અજ્ઞાનીની શંકાના સમાધાન માટે કહ્યું છે કે જ્ઞાની અથવા જીવન્મુક્ત જ્ઞાન થયા બાદ પણ જીવે છે કારણ કે શરીરને પ્રારબ્ધ ભોગવવાનું બાકી છે. તેવા સમાધાનથી એક અન્ય શંકા જો જાગે કે જીવન્મુક્તિ કે આત્મજ્ઞાન બાદ, જ્ઞાનીના શરીર દ્વારા જે કોઈ કર્મો થાય તે કર્મોનું ફળ ભલે જ્ઞાનીને ન મળે પણ કર્મનું ફળ ન મળે તેવું તો ન જ