________________
૭ર૬
આદિ શંકરાચાર્યજી પ્રસ્તુત શ્લોકમાં ઘોષણા સાથે જણાવે છે કે શરીરને પ્રારબ્ધ છે તેવી વાત પણ અસત્ય કે મિથ્યા ભ્રાંતિ જ છે. “શરીરસ્થાપિ પ્રારમ્પના શક્તિદેવ હિ” કારણ કે શરીર તો આત્મા ઉપર અધ્યસ્ત છે અર્થાત્ આરોપ છે. જેવી રીતે માટી ઉપર ઘડો, ઈટ, કોડિયાં કે નળિયાં જેવા નામ અને આકારો આરોપિત છે, ચલચિત્રના પડદા ઉપર અનેક પાત્રોના નામ અને આકારો આરોપિત કે અધ્યસ્ત છે, તેવી જ રીતે આત્મારૂપી અધિષ્ઠાન પર શરીરના નામ અને આકારો આરોપ, અધ્યારોપ કે અધ્યસ્ત છે, તેથી નામ અને આકારવાળા શરીરો જ જો સત્ય કે સાચુ અસ્તિત્વ ધરાવતા ન હોય તો, શરીરની પ્રારબ્ધની કલ્પના સાચી ક્યાંથી હોય? જે શરીરને સાચી સત્તા કે અસ્તિત્ત્વ હોતું નથી તે તો માત્ર આરોપરૂપી ભ્રાંતિ જ છે તો જેનું અસ્તિત્વ જ નથી તે શરીરનો જન્મ કેવો? જો શરીર આરોપરૂપી ભ્રાંતિ છે, તો ભ્રાંતિને વળી સાચો જન્મ કયાં? આમ જો શરીર પણ સાચેસાચું જન્મેલું જ નથી, તો તો શરીરનો નાશ પણ ક્યાંથી સંભવે? આમ વિચારતાં શરીર જો કલ્પના છે, ભ્રાંતિ છે, આરોપ છે, અધ્યસ્ત છે, તો તો તેનું અસ્તિત્વ છે જ નહીં અને માટે જ જે શરીરને પોતાનું અસ્તિત્વ છે જ નહીં, તેને વળી પ્રારબ્ધ કેવું? આ તો વંધ્યાપુત્રના લગ્નની હયાતી જેવું થયું કહેવાય. આમ વિચારતાં, નિઃસંદેહ જણાય છે કે પ્રારબ્ધ નથી શરીરને કે નથી શરીર પ્રારબ્ધનું અને અસંગ આત્માને તો પ્રારબ્ધનો સ્પર્શ પણ થઈ શકે તેમ નથી. તો પછી પ્રારબ્ધની વાતો શાસ્ત્રોએ ઊભી કરી શા માટે? સંતોએ પ્રારબ્ધની કથા સુણાવી ક્યા કારણે? શ્રુતિએ તેવી કથાની વ્યથાને સંગ્રહી કોના માટે? સ્કૃતિ અને પુરાણોએ તેવી જળોજથા વહેતી કરી કોના માટે? જો જ્ઞાન વડે સંપૂર્ણ અજ્ઞાનનો અને તેના કાર્યનો અર્થાત્ અજ્ઞાન દ્વારા જે કંઈ જન્મેલું છે તે સર્વનો જો નાશ થતો હોય તો તો આ શરીર પણ અજ્ઞાનથી જ જન્મેલું કહેવાય છે. તેથી શરીર અજ્ઞાનનું કાર્ય છે. એવું સમજી શકાય અને તો તો અજ્ઞાનના નાશમાં શરીર જેવા કાર્યનો નાશ જ થાય. તે ન્યાયે, જેને જેને જ્ઞાન થાય, તેનું તેનું અજ્ઞાન નષ્ટ થાય અને અજ્ઞાનના નારા સાથે જ શરીરનો પણ નાશ જ થવો જોઈએ. છતાં એવું જોવામાં આવે છે કે આત્મજ્ઞાની પુરુષોને