________________
भ्रान्त्या उदित
ભ્રાંતિથી પેદા થયેલ
મહા-સર્વમય-૩:વ-વિનાશિની - સર્પના મહાભયના દુઃખનો નાશ કરનારો
“આ તો દોરડું જ છે’’
એવો નિશ્ચય
યથાર્થ વિચારથી જ
સિદ્ધ થાય છે.
रज्जुतत्त्व
अवधारणा सम्यक्-विचारतः सिद्धा
=
=
=
=
૫૬
=
શંકરાચાર્યજી હવે એક દૃષ્ટાંત આપી સમજાવવાનો પ્રયત્ન કરે છે કે જે ભ્રાંતિ હોય, અજ્ઞાનજનિત હોય તે માત્ર વિચાર દ્વારા જ દૂર થઈ શકે. મંદ અંધકારમાં પડેલી દોરી પર, અચાનક દૃષ્ટિ પડતાં, ‘આ સર્પ છે’ એવી ભ્રાંતિ થઈ અને સર્પના ભયથી ડરીને આપણે નાસી ગયા હોઈએ. હવે વિચાર કરીએ કે આ સર્પના ભયને દૂર કરવા કયું કર્મ કરવું જોઈએ? શું નદીમાં નાહવાથી, જપ કરવાથી કે દાન કરવાથી સાપનો ભય દૂર થશે? ભ્રાંતિથી ઉદ્ભવેલા સર્પના ભયને દૂર ક૨વા તો વિચા૨ ક૨વો પડે કે, ‘ખરેખર સાપ છે કે નહીં?’ આવો વિચાર કરતાં કરતાં, જ્યાં સુધી આપણે એવા નિશ્ચય પર ન આવીએ કે ‘દોરી જ સર્પરૂપે દેખાતી હતી' ત્યાં સુધી સર્પનો ભય દૂર થઈ શકે નહીં. તાત્પર્ય એ છે કે ભ્રાંતિથી પેદા થયેલાં સર્પના ભયનો અને દુઃખનો નાશ ક૨વો હોય તો વિચાર જ ક૨વો પડે.
દૃષ્ટાંતમાં દોરી અધિષ્ઠાન છે અને સર્પ, દોરી પર થયેલો આરોપ છે. જેમ્ ‘દોરી’ અધિષ્ઠાન છે તેમ ‘આત્મા’ અધિષ્ઠાન છે અને ‘સર્પ’ આરોપ છે, તેમ નામ અને આકા૨થી ભરેલું સમસ્ત ‘જગત’ આરોપ છે. અધિષ્ઠાન દોરીમાં વસ્તુતઃ સર્પ નથી છતાં ભ્રાંતિથી આપણે ‘સર્પ’ એવું નામ અને સર્પનો ‘આકાર' આરોપી દીધો હતો. તે જ પ્રમાણે અધિષ્ઠાન આત્મા ઉપર જગતના તમામ નામ અને આકારોનું ભ્રાંતિથી આ૨ોપણ થઈ ગયું છે. જેમ દોરી સર્પરૂપે દેખાય છે તેમ આત્મા અનામી અને નિરાકાર હોવા છતાં નામી અને સાકાર દેખાય છે. માટીને ખરેખર કોઈ વિશેષ આકાર નથી, છતાં માટીને જુદાં જુદાં આકા૨વાળી બનાવીએ તો તે માટી ઘડો, કોડિયાં, નળીયાં વગેરે નામ અને