________________
પપ
જ છે. ગંગા કિનારે અનેક જ્ઞાની મહાત્માઓ ફરતાં હોય છે. સ્નાનાર્થે ગંગાકિનારે ગયેલા શ્રદ્ધાળુને, અનાયાસે કદાચિત કોઈ મહાત્માનો ભેટો થઈ જાય, તો મહાત્મા સાથે વાતચીત થાય અને વાતચીતથી સત્સંગમાં જવાનું મન થઈ શકે છે. આવો કોઈ શ્રદ્ધાળુ સત્સંગમાં જાય અને થોડું ઘણું શ્રવણ કરે તો સત્સંગનો આશ્રય લઈને તે ધીરે ધીરે જીવન્મુક્તિ સુધીની યાત્રા કરી શકે
“સત્સત્વે નિ:સત્વ, નિ:સંત્વે નિર્મોહત્યમ્ निर्मोहत्वे निश्चलतत्त्वं, निश्चलतत्त्वे जीवन्मुक्तिः ।।"
સત્સંગથી વૈરાગ્ય ઉત્પન્ન થાય, વૈરાગ્યથી મોહ દૂર થાય, મોહ દૂર થતાં અવિચળ આત્મતત્ત્વનું જ્ઞાન થાય અને આવું આત્મતત્ત્વનું જ્ઞાન જ જીવન્મુક્તિ આપનારું છે. આમ, ગંગાસ્નાનાર્થે ગયેલો શ્રદ્ધાળુ જીવન્મુક્તિ પામી શકે છે માટે એવું કહેવાયું છે કે ગંગાસ્નાનથી મુક્તિ મળે છે. જો ખરેખર માત્ર ગંગાસ્નાનથી જ મુક્તિ મળતી હોત તો નદીમાં રહેનારાં માછલાં ક્યારનાય મુક્ત થઈ ગયાં હોત! તેવી જ રીતે જો માત્ર ફળ ખાવાથી મુક્તિ મળતી હોત તો બધા વાંદરાઓ મુક્ત થઈ ગયા હોત! શાસ્ત્રના પુસ્તકો રાખવાથી અથવા ગોખવાથી જો ઉદ્ધાર થતો હોત તો ઊધઈ જે આખાને આખા શાસ્ત્રોના પુસ્તકો ખાઈને પચાવી જાય છે તેમનો ઉદ્ધાર થઈ ગયો હોત! ટીલાં-ટપકાં કરવાથી જો ઉદ્ધાર થતો હોત તો કેટલાય પથ્થરોનો ઉદ્ધાર થઈ ગયો હોત! પણ એવું બનતું નથી. માટે સત્ય એ જ છે કે કર્મથી માત્ર અંતઃકરણની શુદ્ધિ જ થાય. અંતઃકરણની શુદ્ધિ માટે જ કર્મ સાધન થઈ શકે છે, એ સિવાય કર્મ દ્વારા સીધે સીધો મોક્ષ મળી શકે તેમ નથી. કેવળ આત્મજ્ઞાનથી જ મોક્ષ થઈ શકે તેમ છે અને આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે આત્મવિચાર કરવાની જરૂર છે.
(છંદ-અનુષ્ટ્રપ) सम्यग्विचारतः सिद्धा रज्जुतत्त्वावधारणा । भ्रान्त्योदितमहासर्पभयदुःखविनाशिनी ।।१२।।