________________
૫૪
અંધકાર દૂર કરવાની અપેક્ષાવાળાએ કે જન્મમૃત્યુનો અંત આણવાની આકાંક્ષાવાળાએ ચિત્તશુદ્ધિ કરવી અનિવાર્ય છે. આમ જોતાં શુદ્ધચિત્તવાળું અંતઃકરણ જ આત્મજ્ઞાનનું અધિકારી બને છે અને આવું શુદ્ધ ચિત્ત કે સૂક્ષ્મબુદ્ધિ જ આત્મજ્ઞાન પ્રાપ્ત કરી મુક્તિ, મોક્ષ કે આત્મસાક્ષાત્કારનું નિત્યફળ મેળવે છે. આથી સ્પષ્ટ થાય છે કે કર્મ તદ્દન નકામા નથી પરંતુ મોક્ષમાર્ગે મુક્તિ માટે અને સાક્ષાત્કારમાં ક્રમે ક્રમે ઉપયોગી છે. તેથી કરીને અપરિપક્વ સાધકે ઉતાવળે આવેશમાં કે આવેગમાં ન તો કર્મ સામે બળવો પોકારવો કે કર્મોને કનિષ્ઠ ગણવા, કે તેનો ત્યાગ કરવો. પરંતુ વિવેક દ્વારા કર્મની સરહદો, લક્ષ્મણરેખા, મર્યાદા જાણી સમજી અને મોક્ષમાર્ગે પોતાના હિતાહિતનો વિચાર કરીને જ આ પંથે ધીરે પણ સાવચેતીથી પ્રસ્થાન કરવા જેવું છે. બાકી ઉતાવળે આગળ વધી પાછળ પડવા જેવું થશે. આવા સર્વાંગી વિકાસલક્ષી સૂચનો શંકરાચાર્યજીએ અહેતુક દયાસિન્ધુ તરીકે દર્શાવ્યા છે. બંધન મન સાથે જોડાયેલું છે. શરીર કે ઇન્દ્રિયોના કર્મ દ્વારા મનનું બંધન તોડી શકાય તેમ નથી. આ શ૨ી૨ને ગંગાજીમાં હજારો ડૂબકાં ખવડાવીશું તો પણ મોક્ષ મળશે નહીં. અહીં કોઈને શંકા થાય કે શાસ્ત્રો તો એમ પણ કહે છે કે,
“भगवद्गीता किञ्चिदधीता गंगाजललवकणिका पीता । सकृदपि यस्य मुरारिसमर्चा तस्य यमः किं कुरुते चर्चाम् ।। " (ચર્પટવંજરિકા સ્તોત્ર) ‘જેણે ભગવદ્ગીતાનું થોડું પણ અધ્યયન કર્યું હોય, ગંગાજળનું એક બિંદુ પણ પીધું હોય, અથવા મુરારિ ભગવાનનું એકવા પણ પૂજન કર્યું હોય, તેની ચર્ચા યમદેવ શું કરી શકે? અર્થાત્ તે મૃત્યુના પાશથી છૂટી જાય છે.’' શાસ્ત્રો દ્વારા જ્યાં આવું કહેવાયું છે તે ખોટું નથી પણ તે શ્રદ્ધાળુ લોકોને શરૂઆતમાં પ્રોત્સાહન આપવા માટે કહેવાયું છે. સ્તુતિ અને હકીકતમાં મોટો તફાવત છે. જે સ્તુતિ માટે કહેવાય તે હકીકત હોય તેવું જરૂરી નથી. માટે ઉપરોક્ત કથનનો એવો અર્થ ન જ કરાય કે માત્ર ગંગાસ્નાનથી મોક્ષ મળી શકે તેમ છે. ગંગાસ્નાનનો મહિમા ગાવાનું તાત્પર્ય કંઈક બીજું