________________
પ૩
આનો અર્થ કોઈ પણ અપરિપક્વ મુમુક્ષુએ એવો કરવાનો નથી કે કર્મો તદ્દન નકામા, નિરર્થક અને કનિષ્ઠ કક્ષાના છે. વાસ્તવમાં તો આપણે વિવેકબુદ્ધિ દ્વારા, કયા કર્મ ક્યાં સુધી ઉપયોગી છે, ક્યા કર્મો બંધનમાં નાંખનારા છે અને કેવા કર્મો કરવાથી કર્મમુક્ત રહી શકાય તેમ છે તે જાણી લેવાનું છે. જો કોઈ પણ વ્યક્તિ સકામકર્મ કરે તો તેવા કર્મો કદાપિ નિત્યફળ આપી શકે નહીં, તે સ્પષ્ટ સમજી લેવાનું છે. ઉચ્ચમાં ઉચ્ચ કે ઉત્તમ કક્ષાના યજ્ઞ-યાગાદિ કે સ્નાન-દાનાદિ જેવા કર્મો પણ અંતે તો સ્વર્ગરૂપી અનિત્ય ફળની જ પ્રાપ્તિ કરાવી શકે. માટે જ શ્રીકૃષ્ણ પરમાત્માએ પણ ગીતામાં સ્પષ્ટ કર્યું
"ते पुण्यमासाद्य सुरेन्द्रलोकमश्नन्ति दिव्यान्दिविदेवभोगान् ।"
(ગીતા-અ. ૯-૨૦) (સકામકર્મ કરનારા) પુણ્યરૂપ સ્વર્ગલોકને પામીને સ્વર્ગમાં દિવ્ય દેવભોગોને ભોગવે છે.” આવા દિવ્ય ભોગ જે સકામકર્મોનું ફળ છે તે કંઈ શાશ્વત ફળ નથી, માટે જ લાંબો સમય તેવું ફળ ભોગવીને અંતે તો તે ફળભોગનો નાશ થતાં કે પુણ્યકર્મો ક્ષીણ થતાં તેવા સૌ સકામકર્મી પુણ્યશાળી લોકોને પુનઃ મૃત્યુલોકમાં પાછા ફરવું પડે છે અને જન્મ-મૃત્યુજરા જેવી ચક્રગતિ કે વમળમાં પડવું પડે છે. તેવું સમજાવતાં ગીતાકારે કહ્યું છે કે,
ક્ષીને પુષે મર્યનો વિન્તિ .” (ભ. ગીતા-અ. ૯-૧૧) “પુણ્યો ક્ષીણ થતાં તેઓ) મૃત્યુલોકમાં પ્રવેશે છે.” આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે કોઈ પણ સકામકર્મ નિત્યફળ આપી શકે નહીં. જ્યારે મુક્તિ, મોક્ષ કે આત્મવસ્તુ તો નિત્યફળ છે. માટે જ અત્રે ઉલ્લેખ છે કે કરોડો સકામકર્મથી આત્મવસ્તુ પ્રાપ્ત ન થાય, અને નિષ્કામ કર્મથી પણ સીધે સીધો મોક્ષ, મુક્તિ કે આત્મવસ્તુ સિદ્ધ થઈ શકે નહીં કારણ કે નિષ્કામકર્મનું ફળ કે અંતિમ લક્ષ્ય અંતઃકરણની શુદ્ધિ છે અને અંતઃકરણની શુદ્ધિ એ આત્મજ્ઞાનની નિર્વિવાદ પૂર્વ શરત છે. આથી આત્મજ્ઞાનની ઇચ્છાવાળાએ અજ્ઞાનરૂપી