________________
પ્રારબ્ધ કર્મ :
કેળાંની વાડીમાંથી તોડીને રોજ રોજ એકઠાં કરેલાં કેળાંમાંથી અગર આંબા ઉપરથી વીણેલી કાચી કેરીઓના ઢગલામાંથી કોઈ તાત્કાલિક તેવા ફળનો ભોગ કરી શકતું નથી. કારણ કે એકઠાં થયેલાં કેળાં કે કેરીનો સંચય કે સંગ્રહ હજુ પરિપક્વ થયો નથી પણ કાચો છે. આ રોજબરોજ એકત્ર કરેલાં કેળાં કે કેરીના જથ્થાને સંચિત કરેલાં ફળ કહેવાય છે અને તેમાંથી જેટલાં જેટલાં ફળ પરિપક્વ થાય તેનો જ ઉપભોગ કરવા માટે સંચિત ફળમાંથી બહાર કાઢી લઈ તેમનો જ ઉપભોગ કરાય છે. ત્યારબાદ જે ફળ કાચા હતાં તેમને જ હવે પરિપક્વ કે વેચાઉ ફળ કહેવાય છે. તે જ પ્રમાણે અનેક જન્મોના સંગ્રહ કે સંચિત થયેલાં ફળને સંચિત કર્મોમાંથી જે જે કર્મો પરિપક્વ થાય તેટલા પરિપક્વ ફળ અર્થાત્ કર્મનું પરિણામ આપવા તૈયાર થયેલાં કર્મને લઈ જીવાત્મા તેનું ફળ ભોગવવા માટે નવી યોની કે શરીર ધારણ કરવા નવી માતાના ગર્ભમાં પ્રવેશ કરે છે અને નવા દેહને ધારણ કરી, પુનઃ જન્મે છે. કારણ કે સંચિત કર્મો ભલે જીવાત્માના નામે હોય, પરંતુ જીવાત્મા નિરાકાર, અશરીરી, નિરવયવી અને અદેશ્ય હોવાથી તેના નામે જમા થયેલા સંચિતકર્મોના ફળને ભોગવી શકે નહીં. માટે જ ફળ ભોગવવા તેને શરીર ધારણ કરવું પડે છે અને શરીર દ્વારા જ જીવાત્મા પુણ્ય કે પાપકર્મોનું ફળ ભોગવે છે. તેથી સ્પષ્ટ થાય છે કે નવા શરીરે પુનર્જન્મ જીવાત્મા જે કંઈ સારા-નરસા પરિણામ કે ફળ ભોગવે છે, તે ફળ તેણે પોતે પૂર્વે કરેલાં કર્મનું ફળ હોવાથી તેવા તેને ભોગવવા માટે મળેલા ફળને પ્રારબ્ધ કર્મ કહેવાય
આવી રીતે પૂર્વેના જમા કે સંચિત થયેલાં કર્મોને નવા જન્મે નવા શરીર સાથે જ્યારે જીવાત્મા ભોગવે છે ત્યારે સંચિત કર્મોનું માત્ર નામ બદલાય છે અને તે પરિણામ કે ફળ આપનારાં સંચિત કર્મો જ પ્રારબ્ધ તરીકે
ઓળખાય છે. સંચિત કર્મોમાંથી પરિપક્વ થયેલાં કર્મો, કર્મફળદાતા કે ઈશ્વરની ઇચ્છાથી જ ઈશ્વર ઇચ્છે તે કુટુંબમાં, તેવી યોનીમાં, તેવા દેહને ધારણ કરે છે અને નવા જન્મે દેહનો પ્રારંભ કરે છે. આમ, પુનર્જન્મ નવા દેહનો આરંભ