________________
चेत् अस्ति
सः बहिर्मुखः विज्ञातब्रह्मभावः न
-
=
=
૬૯૪
જો રહે તો
તે બહિર્મુખ છે
(તેણે) બ્રહ્મતત્ત્વ જાણ્યું નથી.
જેણે બ્રહ્મતત્ત્વને યથાર્થ રીતે જાણ્યું છે અર્થાત્ અભેદબ્રહ્મની અપરોક્ષાનુભૂતિ કરી છે અને દ્વૈતપ્રપંચનો, અધિષ્ઠાન બ્રહ્મના જ્ઞાનમાં આ૨ોપરૂપે બાધ કર્યો છે, તેને અજ્ઞાનીના જેવું પૂર્વવત સંસારીપણું કદી રહેતું નથી. છતાં જો તેને પૂર્વવત સંસારદર્શન થાય છે તો સ્પષ્ટ સમજવું કે તે બહિર્મુખી પૂર્વવત સંસારી જ છે અને તેવા પુરુષે યથાર્થ રીતે પરબ્રહ્મની અભેદાનુભૂતિ કે અદ્વૈતાનુભૂતિ કરી જ નથી.
જેને બ્રહ્મતત્ત્વનું યથાર્થ જ્ઞાન થયું છે, તે બ્રહ્મથી જુદો કે વિલક્ષણ રહેતો નથી, પરંતુ સ્વયં બ્રહ્મ જ થઈ જાય છે અને તેથી તેની બ્રાહ્મીદૃષ્ટિમાં બ્રહ્મથી ભિન્ન નથી તેને દશ્ય જીવ, જગત કે ઈશ્વર, પરંતુ સર્વ કાંઈ બ્રહ્મમય જ દેખાય છે. આમ વિચારતાં જેને જ્ઞાનમય દૃષ્ટિ ઉપલબ્ધ હોય તેને સંસાર ન દેખાય તેવું નથી પરંતુ સંસાર બ્રહ્મમય દેખાય છે. માટે જ અન્યત્ર આચાર્યશ્રીએ ઉપદેશ્યું છે કે
“વૃષ્ટિ જ્ઞાનમયી કૃત્વા પક્ષેત્ બ્રહ્મમયે નાત્ ।” [અપરોક્ષાનુભૂતિ] ‘‘જ્ઞાનમય ર્દષ્ટિ કરી જગતને બ્રહ્મસ્વરૂપે જ જોવું કે જાણવું.'' આમ, બ્રહ્મતત્ત્વનો જ્ઞાતા જો જ્ઞાનમય દૃષ્ટિ કરશે તો તેને સર્વ કાંઈ બ્રહ્મસ્વરૂપે જ જણાશે. કારણ કે બ્રહ્મ ‘સત્યં જ્ઞાનમાંતમ્’ કહેવાયું છે. આમ જ્ઞાનીની જ્ઞાનમય દૃષ્ટિમાં કે બ્રહ્મીભૂતની બ્રાહ્મીદૃષ્ટિમાં સર્વ કંઈ બ્રહ્મમય છે. જેણે સર્વાત્મદૃષ્ટિ કેળવી છે, તેને સર્વ કાંઈ આત્મમય દેખાય છે. જેની પાસે કારણદૃષ્ટિ કે ઈશ્વરર્દષ્ટિ છે, તેને સર્વ કાંઈ ઈશ્ર્વ૨મય દેખાય છે, માયામય દૃષ્ટિવાળો સર્વ કાંઈ માયામય જુએ છે અને મિથ્યાના દૃષ્ટિકોણથી જોનારો સર્વ કાંઈ મિથ્યા જ જુએ છે. માત્ર વિષયોમાં આસક્ત ભેદદૃષ્ટિવાળો, અધ્યાસને વરેલો અજ્ઞાની જ પોતાની દ્વૈતદૃષ્ટિ દ્વારા સંસારના એક, અખંડ અધિષ્ઠાનને ન જાણતા સંસા૨નું જ દર્શન કર્યા કરે છે અને તેની સંસારીદૃષ્ટિ દ્વારા વારંવાર જન્મમૃત્યુના સંસારને જ
'