________________
विमुक्तः
વિશેષ પ્રકારે મુક્ત છે અર્થાત્ જીવન્મુક્ત છે.
જેવી રીતે સમુદ્રમાં પ્રવેશેલા નદીના પ્રવાહો તેમાં ભળીને તદ્રુપ જ થઈ જાય છે અને સમુદ્ર પોતાનું સમત્વ જાળવી રાખે છે, તે કંઈ મર્યાદા મૂકી ચોમાસાની નદીઓના ભારે પૂરથી નથી તો ઊભરાઈ જઈ, મર્યાદા ઓળંગી જમીન કે કિનારાને પોતામાં સમાવી લેતો કે ન તો દુષ્કાળ સમયે નદીના પ્રવાહો જ્યારે ન આવે ત્યારે કિનારાથી હજારો માઈલ દૂર જઈ પોતાનું સ્થાન બદલતો. તાત્પર્યમાં ચોમાસામાં કે દુકાળ સમયે નદીઓના પાણીમાં વધઘટ થવાથી સમુદ્ર નથી તો માઝા મૂકતો કે ન તો પોતાની અખંડ મર્યાદાને સુરક્ષિત સાચવી રાખતો જોવામાં આવે છે. તેવી જ રીતે જે પુરુષના ચૈતન્યરૂપી આત્મસમુંદ૨માં અન્ય દ્વારા અપાયેલા ભોગવિષયોની સરિતાઓ દોડતી આવે છતાં તેવી સરિતાઓ તેના સત્સ્વરૂપમાં, સરૂપે જ કે બ્રહ્મરૂપે જ લય પામી બ્રહ્મરૂપ બને છે. અર્થાત્ વિષયસરિતાઓ પણ તેના સત્સ્વરૂપમાં પ્રવેશી તદ્રુપ બને છે અને માટે જ કોઈ પણ પ્રકારના હર્ષ કે શોક જેવા વિકારો પેદા થતાં નથી. એવા સંયમી સમત્વભાવવાળા યતિને વિશેષ પ્રકારે વિમુક્ત કહેવાયો છે. આવો વિમુક્ત પુરુષ જે વિષયભોગની ધસમસતી સરિતાઓને પોતાનામાં સમાવી લેવા છતાં છલકાતો નથી અને ભોગની સરિતાના અભાવમાં સૂકાતો કે કરમાતો નથી. કામનાની ભરતીથી તેના અતીન્દ્રિય સુખસાગરમાં નથી તો વૃદ્ધિ થતી કે કામના, વાસના કે વિષયોના ઝરણાં સૂકાતાં, ન તો તેના અક્ષય સુખમાં ઓટ આવે છે. તે જ કા૨ણે તેનું સુખ, તેનો વૈભવ, તેનો મહિમા અવિકારી છે અને તે જ કારણે તેવા સંયમી તથા સમત્વભાવનાવાળા યતિને જીવન્મુક્ત કહેવામાં આવે છે.
=
(છંદ-અનુષ્ટુપ) विज्ञातब्रह्मतत्त्वस्य यथापूर्वं न संसृतिः । अस्ति चेन्न स विज्ञातब्रह्मभावो बहिर्मुखः ॥४४३॥
विज्ञातब्रह्मतत्त्वस्य यथापूर्वं न संसृतिः
૬૯૩
=
=
જેણે બ્રહ્મતત્ત્વને યથાર્થ જાણ્યું છે, (તેને)
પહેલાની જેમ સંસારીપણું રહેતું નથી.