________________
૬૯૨
હાર કે જૂતાનો માર, સ્તુતિના સોહામણા શબ્દો કે ગાળોનો વરસાદ, અત્તરગુલાલનો અભિષેક કે કાદવ-કીચડનો લેપ, સત્કાર કે તિરસ્કાર, સર્વ કંઈ સમાન છે. તેના સંતૃપ્ત હૃદયસાગરમાં રંગ, રાગ કે ભોગની સરિતાઓ ઘોડાપૂર સાથે આવે છતાં સાગરની જેમ ન તો તેના આનંદમાં ભરતી આવે છે કે ઉમંગની છોળો ઉછાળા મારે છે કે ન તો તેના નિર્જન એકાન્તવાસમાં રંગ-રાગ, ભોગ કે સ્તુતિ-નિંદાનો અભાવ જણાતા તેની નિજાનંદી મસ્તીમાં ઓટ આવે છે. તે તો હર હાલમાં સાગરની જેમ પોતાની પરિપૂર્ણતા સમત્વરૂપે સુરક્ષિત રાખે છે અને વિપરીત સંજોગોમાં પણ પોતાના સમત્વ સ્વભાવનું ન તો ઉલ્લંઘન કરે છે કે ન તો મર્યાદા ઓળંગી પોતાના તટસ્થ સ્વભાવથી મૂત થઈ વૃદ્ધિ કે ક્ષયને પામે છે. જીવન્મુક્તના ચૈતન્યાકાશમાં નથી અમાસનું અંધારું, નથી પૂર્ણિમાનું અમરત વરસાવતું ઝળહળતું અજવાળું, નથી સુખનો શુક્લપક્ષ કેનથી દુઃખનો કૃષ્ણપક્ષ, નથી પક્ષાપક્ષોની વાડાબંધી કે મતમતાંતરોનો કોલાહલ, નથી કંઠના યુગ્મ કે સાપેક્ષતાની સરહદો. માટે જ તેવો અનુપમેય જીવન્મુક્ત કહેવાય છે.
(છંદ-ઉપજાતિ) यत्र प्रविष्टा विषयाः परेरिताः।
नदीप्रवाहा इव वारिराशौ । लिनन्ति सन्मात्रतया न विक्रिया
मुत्पादयन्त्येष यतिर्विमुक्तः ॥४४२॥ વારિરાશી વિષ્ટાદ = સમુદ્રમાં પ્રવેશેલા નવી વહિીઃ વ = નદીના પ્રવાહોની જેમ यत्र
= જેમાં (જે જ્ઞાનીમાં) પરિતા: વિષયાદ = બીજા દ્વારા પ્રેરાયેલા કે અપાયેલા વિષયો (ભોગો) વિડ્યિાં ન ઉત્પાદયત્તિ વિકારને ઉત્પન્ન કરતાં નથી. (પણ) સન્મત્રતયાં વિનતિ = સતરૂપે જ, (બ્રહ્મરૂપે) જ લય પામે છે. ઉષ: તિઃ = આ (આવો) સંયમી પુરુષ