________________
૬૫
6
થતું અટકાવી શકાય, તથા ચિત્તનું વિષયભ્રમણ રોકી, ચિત્તની બચેલી શક્તિનો આત્મજ્ઞાન માટે ઉપયોગ થઈ શકે. કારણ કે બહિર્મુખી ચિત્ત ચંચળ અને અશાંત હોવાથી આત્મવિચારણા માટે એકાગ્ર થઈ શકે નહીં. જ્યારે વૈરાગ્યથી વિષયોમાં અનાસક્ત અને અંતર્મુખી થયેલું ચિત્ત જ વિક્ષેપરહિત તથા શાંત હોઈ, એકાગ્ર થઈ શકે તેવું હોય છે. તેવા શાંત અને વિક્ષેપમુક્ત ચિત્ત દ્વારા જ આત્માનું અભેદજ્ઞાન પ્રાપ્ત થઈ શકે તેમ છે. પરંતુ તેવા જ્ઞાનના પ્રયત્નમાં સ્વયં ચિત્ત કે મનનો વિલય થાય છે. તેથી મન કે ચિત્તરૂપે સાધન સ્વયં સાધ્ય બને છે અને તેવું જ વૈરાગ્યનું છે. આત્મજ્ઞાન પ્રાપ્ત થતાં વૈરાગ્યરૂપી સાધનનો હેતુ પૂર્ણ થાય છે. આમ, અત્રે જે જણાવ્યું છે કે વૈરાગ્યનું જ ફળ આત્મજ્ઞાન છે, “વૈરાગ્યસ્થ તં નૌષઃ તેનો કોઈએ એવો અર્થ ન કરવો કે આત્મજ્ઞાન વૈરાગ્યના બળે ઉત્પન્ન થાય છે. જો તેવું માનીએ તો તો વૈરાગ્ય કા૨ણ થાય અને આત્મજ્ઞાન કાર્ય થાય. તેવો દોષ શ્રુતિ, સ્મૃતિ કે જ્ઞાનીસંતો, શાસ્ત્રવિરુદ્ધ હોવાથી સ્વીકારી શકે તેમ નથી. તેથી ઇષ્ટ અને ઉચિત તો એ જ છે કે વૈરાગ્ય આત્મજ્ઞાન માટેનું સાધન છે, એમ સમજવું, પણ તેને કારણ માનવું નહીં. તત્ત્વાર્થે તો જ્ઞાનના સાધન જ્ઞાનથી જુદા હોતાં નથી. આત્મા અસંગ છે માટે જ વૈરાગ્યસ્વરૂપ છે. તેમ આત્મા જ્ઞાનસ્વરૂપ છે, સત્યસ્વરૂપ છે તેથી ઉદય અને અસ્તરહિત છે. આમ, જ્ઞાનનો નથી ઉદય કે અસ્ત, કારણ કે તે આત્માથી ભિન્ન નથી. જ્ઞાનમાં નથી પ્રાગટય કે અપ્રાગટય, પરંતુ જ્ઞાન પ્રગટ થાય છે તેવું ભાસે છે, કા૨ણ કે જ્ઞાન ઉપરનું આવરણ દૂર થાય છે. જેવી રીતે પાણી ઉ૫૨ની લીલ દૂર કરવાથી કંઈ પાણી ઉત્પન્ન થતું, જન્મતું કે પ્રગટ થતું નથી, પણ લીલનું આવરણ દૂર ક૨વાથી તેવો આભાસ માત્ર થાય છે. તેવી જ રીતે વૈરાગ્યના બળથી આસક્તિનું, પ્રમાદનું, અવિધાનું આવરણ દૂર થવાથી આત્મજ્ઞાન પ્રગટ થયું તેવો આભાસ થાય છે. માટે જ સૂચવ્યું છે કે “વૈરાયસ્ય શં નોધઃ ।''
,,
વૈરાગ્યરૂપી સાધનના બળે આત્મજ્ઞાનરૂપી ફળ પ્રાપ્ત થાય છે અને આત્મજ્ઞાનના પ્રભાવથી ઉપરતિ જેવું ફળ જન્મે છે, તેવું સૂચવ્યું છે.