________________
દદદ
66
વોવસ્કોપરતિઃ f: તમ્ । '' અર્થાત્ આત્મજ્ઞાન એ એટલી મોટી, મહાન સિદ્ધિ છે કે તેની પ્રાપ્તિ પછી કંઈ પ્રાપ્ત કરવાનું મન થતું નથી. માટે જ મન કે ચિત્તમાં જગતના વિષયોની વાસના કે કામના બચતી નથી અને મન તમામ ભોગેચ્છામાંથી ઉપરામ થઈ જાય છે કે ઉપરતિને પ્રાપ્ત થાય છે. કારણ કે આત્મજ્ઞાનનું ફળ એ મોક્ષ છે અને મોક્ષ કે મુક્તિ એ માનવજીવનના સુખની પરાકાષ્ઠા છે. તે પ્રાપ્ત કર્યા પછી શા માટે મનુષ્ય, નશ્વર ફળ માટે, નિરર્થક કર્યો માટે, ક્ષણભંગુર ભોગ માટે વલખાં મારે? માટે જ કહ્યું છે કે આત્મજ્ઞાનીનું મન પરમ પુરુષાર્થ જેવા મોક્ષની પ્રાપ્તિ પછી ધર્મ, અર્થ અને કામમાંથી ઉપરામ થઈ જાય છે. આવી ઉપરતિને સંતુષ્ટિની પરાકાષ્ઠા કહી છે. જેમ સાગરમાં સ્નાન કર્યા પછી કોઈ ગંદા ખાબોચિયાની અપેક્ષા રાખતું નથી, ઉપરાંત કુંડ, તળાવ કે સરિતામાં સ્નાન ક૨વા માટેની તેની ઇચ્છાઓ નિવૃત્ત થઈ જાય છે, તેમ આત્મજ્ઞાન જેવા અતીન્દ્રિય સુખની પ્રાપ્તિ પછી કોઈ ઇન્દ્રિયોના સ્પર્શથી ઉત્પન્ન થતા ક્ષણિક સુખની અપેક્ષા રાખતું નથી, પરંતુ તેવા સુખભોગની તમામ ઇચ્છાઓમાંથી તેનું મન નિવૃત્ત થઈ જાય છે. આવી જ્ઞાનજન્ય નિવૃત્તિને ઉપરતિ કહેવામાં આવે છે. આમ, આત્મજ્ઞાનરૂપી મહાન લાભ જેને થયો હોય તેને ન તો અન્ય લાભની અપેક્ષા રહે છે કે ન તો આત્મલાભની પ્રાપ્તિ બાદ તેવો જ્ઞાની મહાનમાં મહાન દુઃખ કે ભયથી વિચલિત થાય છે. તેવું દર્શાવતા ભગવાન શ્રીકૃષ્ણચંદ્રે પણ સ્પષ્ટ કર્યું છે કે “યં લચ્છા વાપર ગામ મતે નાધિાં તતઃ । (ભ.ગીતા અ.૬/૨૨) ‘‘જેને પામીને (જ્ઞાની) અન્ય લાભને તેનાથી અધિક માનતો નથી’’ કા૨ણ કે તેને આત્મજ્ઞાનની ઉપલબ્ધિ પછી નથી અન્ય અપેક્ષા, આકાંક્ષા કે વાસના. તે પોતે પોતાનામાં સંતુષ્ટ છે અને માટે જ તેનું ચિત્ત સંસારના ભોગોથી કે અનિત્યફળથી ઉપરામ થઈ ચૂક્યું છે. આવી ઉપરામતામાં જ દ્વૈતપ્રપંચની નિવૃત્તિ છે. આમ, જ્ઞાનીને દ્વૈતપ્રપંચમાં રહેવા છતાં ઉપતિના બળે તેનો અભાવ જણાય છે અને તે જ સ્વસ્વરૂપની સ્વાનંદાનુભૂતિથી ઉદ્ભવેલી શાશ્વત શાંતિ કહેવાય છે. તાત્પર્યમાં વૈરાગ્યરૂપી સાધનના બળે અજ્ઞાન દૂર થતાં આત્મજ્ઞાન સંપન્ન થાય છે. આત્મજ્ઞાનના પ્રકાશમાં જ ઉપતિનો
,,