________________
૬પ૯
જ્ઞાનસ્વરૂપ તથા આનંદમય આત્માને જાણીને તેણે શરીર જેવી જડ, મલિન ઉપાધિનો દૂરથી જ ત્યાગ કરી દેવો જોઈએ અને પુનઃ કદાપિ તેનું સ્મરણ કરવું નહીં કારણ કે જે વસ્તુ ઊલટી દ્વારા ઓકી કાઢી હોય તે વસ્તુનું સ્મરણ માત્ર જુગુપ્સા કે ઘણા પેદા કરે છે.
શરીર અને તેના ભોગોનું સ્મરણ વ્યક્તિને પોતાના આનંદમય આત્મસ્વરૂપથી વિખૂટું પાડી દુઃખ અને પુનર્જન્મ દેનારું હોવાથી શરીર અને તેના સુખભોગમાં દોષદર્શન કરવાની કળાનો અત્રે નિર્દેશ કરવામાં આવ્યો છે. જેથી જેનું દોષદર્શન થાય તેમાં ચિત્ત આસક્ત ન થાય અને નિરંતર તેના વિચારોથી બચી શકે તથા અનાત્મચિંતનનો ત્યાગ થઈ શકે અને તેના ફળસ્વરૂપે પુનર્જન્મના ભવબંધનથી મુક્ત થઈ શકાય. પૂર્વે શરીરમાં દોષદૃષ્ટિ કરવા દેહને શબવત, છાયાવત તથા આભાસરૂપ છે તેવું જણાવેલું. ત્યારબાદ પ્રસ્તુત શ્લોકમાં શરીરને મળરૂપ અને ઊલટી જેવું જણાવ્યું છે. જેમ ઊલટી કે ઓકેલી વસ્તુ તરફ ન હોય વિવેકીને આકર્ષણ કે રાગ અગર ન હોય દ્વેષ કે તિરસ્કાર, પણ હોય છે માત્ર ઉપેક્ષા. જેને માટે દ્વેષ કે ધૃણા હોય તેનો વિચાર પણ મનમાં સંગ્રહિત હોય છે. જ્યારે અત્રે આદિ શંકરાચાર્યજી મનમાં શરીરનો વિચાર પણ શેષ રહે નહીં, માટે શરીરને ઊલટી જેવું ગણાવી તેમાં જુગુપ્સાભાવ પેદા કરે છે. જેથી સ્વપ્નકાળે પણ શરીરનું સ્મરણ ન રહે અને સાધક નિરંતર પોતાના આત્મસ્વરૂપમાં રમણ કરી શકે.
- શરીર અને તેના સુખભોગમાં દોષદર્શન કરવાનો ઉપદેશ અન્ય સ્થળે પણ આચાર્યશ્રી આપે છે. यथैव काकविष्टायां वैराग्यं तद्धि निर्मलम् ।
(અપરોક્ષાનુભૂતિ-જ) “જાવિષ્ટાયામુ” એવું જણાવી ઉપદેશ અપાયો છે કે તમામ ભોગવિષયોને કાગડાની વિષ્ટા જેમ સમજી, તેમાં વૈરાગ્ય ઉત્પન્ન કર. તે જ પ્રમાણે અન્યત્ર જણાવ્યું છે કે “પતનાંસવા િવિવારે મનસિ વિતિય વારંવારમ્ ” (મોહમુદુગર) “નારીના ઉપસેલા સ્તન તથા નાભિપ્રદેશ માંસના લોચાનો વિકાર માત્ર છે, (ઉપસેલા ગુમડા જેવી વિકૃતિમાં તું મોહ