________________
૬૫૭.
છે; તેથી પોતાને આત્મારૂપી પડદો સમજનાર જ્ઞાની, શરીરની ક્રિયાઓથી કે કર્મથી ચિંતિત થતો નથી કે વ્યથામણ અનુભવતો નથી. શરીરના વિજયરૂપી કર્મમાં ન તેને હર્ષ થાય છે અગર હાર કે નિષ્ફળતામાં ન તે દુઃખી થાય છે. માટે અત્રે જણાવ્યું છે કે જ્ઞાની મહાત્મા શરીરને પોતાના પડછાયા જેમ જુએ છે અને જાણે છે; કાર્યવ પુસઃ પશિયમાનમ્ |
આ પ્રમાણે જ્ઞાની, શરીરને ન તો પોતાનું માને છે કે ન હું શરીર છું', તેવું સમજે છે, પરંતુ તેથી વિલક્ષણ રીતે શરીરને પોતાના પડછાયા જેવું ગણે છે; આમ જો શરીર કે દેહ છાયામાત્ર છે, તો વિચારો કે ફુટપાથ ઉપર ચાલતાં તમારા લાંબા પડછાયા ઉપરથી જો કોઈ વાહન પસાર થઈ જાય તો શું તમને દુઃખ થાય છે ખરું? તમારા પડછાયા ઉપર કોઈ થુંકે અગર એંઠવાડો ઢોળી દે તો શું તમે તેની સાથે તકરાર કરશો ખરાં? અરે! સૂર્યપ્રકાશમાં પડતા ઉષા કે સંધ્યા સમયના લાંબા પડછાયાને અગર સરોવરમાં પડતી તમારી પ્રતિબિંબ જેવી છાયાને જઈને પૂછો તો ખરા કે તે છાયા! તું મારી કોણ? આપણું સગપણ કેવું? હે પડછાયા! તું મને વ્હાલો છે કે અળખામણો? આવા પ્રશ્નોથી ઉત્તર તો નહીં મળે પણ નિશ્ચિત એક દઢ નિર્ણય થશે કે પડછાયો કે પ્રતિબિંબ ન શરીરનો સગો છે કે હાલો છે; પરિચિત છે કે અપરિચિત છે. છાયાને શરીર સાથે વાસ્તવમાં ન કોઈ સંગ છે કે સંબંધ છે; તે જ પ્રમાણે જ્ઞાની મહાત્મા શરીરને પડછાયો સમજે છે તેથી તેનું શરીર જોડે કોઈ સંબંધ કે સગપણ નથી અને તે જ ન્યાયે શરીર માટે તેને રાગ કે આસક્તિ નથી. તથા ધૃણા કે તિરસ્કાર પણ ન હોઈ શકે. માટે ન તો જ્ઞાની શરીરની પ્રશંસામાં, સ્તુતિમાં, ખ્યાતિ માટે જીવનનો સમય બરબાદ કરે છે કે ન તો શરીરસુદઢતાના પ્રમાણપત્રો એકઠાં કરે છે; તદુપરાંત શરીરને મૃતદેહ કે મડદું સમજે છે. માટે શરીરસૌંદર્યની સ્પર્ધામાં જવાની તો કલ્પના જ કરતો નથી. આમ હોવાથી ન તેને શરીરસુખના સ્વપ્ના સતાવે છે કે ન દેહનાં દર્દો તેને યાતના દઈ શકે છે. જ્ઞાનીનાં જીવનનિષ્કર્ષમાં શરીર શબવત, જડ, નિષ્ક્રિય, મડદું છે, તો વળી મડદાંની આત્મકથા કેવી? જ્ઞાની મડદાંની કથા, વ્યથા અને જળોજથાને મિથ્યા માને