________________
૬૪૬
શ્રુતિ ઉદ્ઘોષણા કરે છે કે આ દૈતમય જગત માયામાત્ર જ છે. પારમાર્થિક દૃષ્ટિએ વિચારતાં પણ જગતમાં ભેદ છે જ નહીં. સર્વ કંઈ અભેદ અને અંત જ છે. જેવી રીતે સુષુપ્તિની અવસ્થામાં સર્વ કંઈ અભેદ અને અદ્વૈત જ અનુભવાય છે તેમ વાસ્તવમાં અદ્વૈત જ સત્ય છે પરંતુ વૈત કે ભેદ તો માયાનું કાર્ય છે. માયા પોતે ત્રિકાલાબાધિત સત્ય નથી. તો પછી માયાનું કાર્ય જગત સત્ય ક્યાંથી હોય? જેમાં જેમાં ભેદ છે, દૈત છે, જુદાઈ છે, અનેકતા છે, તે સર્વ કંઈ દેશ-કાળ અને વસ્તુ દ્વારા પરિચ્છિન્ન છે અને દ્વતસૃષ્ટિમાં સર્વ કાંઈ પરિચ્છિન્ન હોવાથી અલ્પ છે. જ્યાં જ્યાં અલ્પત્વ છે તે નાશવાન છે, સીમિત છે, બાધિત થવાના સ્વભાવવાળું છે. કારણ કે તમામ દ્વતમય કે ભેદમય સૃષ્ટિમાં જે કંઈ છે, તેનો જન્મ છે તેથી સ્વાભાવિક જન્મ પૂર્વે તે સૌનો અભાવ સિદ્ધ થાય છે અને નાશ પછી પુનઃ અભાવ થશે એ નિશ્ચિત છે માટે, વૈતમય સૃષ્ટિ અભાવયુક્ત હોવાથી માયા જેવી મિથ્યા જ છે. સ્વયં માયાનો જ્ઞાનકાળે જો અભાવ થાય, તો તેના કાર્યરૂપી કૈતજગતનો અભાવ થાય તેમાં કેવું આશ્ચર્ય?àતસૃષ્ટિમાં દેખાતું સર્વ કંઈ સૃષ્ટિ પૂર્વે નહોતું કારણ કે સૃષ્ટિ પૂર્વે તો એક, અખંડ, અદ્વૈત, આત્મતત્ત્વ જ હતું. છતાં ઉપાધિભેદે જીવ અને જગત જેવા, ભાગ્ય અને ભોક્તા જેવા, કર્તા અને કર્મ જેવા તમામ ભેદ માયાકલ્પિત જ છે. તેથી રખે કોઈ એવું માને કે માયા નામની કોઈ શક્તિએ ભેદ રચ્યા હશે. વાસ્તવમાં તો જીવના સંદર્ભમાં માયા જ અવિદ્યા કહેવાય છે અને અવિદ્યાગ્રસ્ત મનુષ્ય, અવિદ્યાના આવરણને લીધે, નામ અને આકારના, કાર્ય કે ઉપાધિના ભેદને સાચા માને છે. હકીકતમાં જેમ તરંગ, પરપોટાં, ફીણ આદિના નામ અને આકારો દૂર કરવામાં આવે તો જળતત્ત્વ તો તે સૌમાં એક અને અખંડ છે. તે જ પ્રમાણે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ જેવા નામ અને ઉપાધિના ભેદમાં પણ અદ્વૈત તત્ત્વ તો એકનું એક જ છે. અવિદ્યાને લીધે જ જીવાત્મા જીવ, જગત અને ઈશ્વર જેવા ભેદ, વૈત અને ત્રેત કહ્યું છે. પરંતુ જેમ સુષુપ્તિમાં ભેદની ભ્રમણા કે દૈતની ગંધ નથી, તે જ પ્રમાણે આત્મજ્ઞાનકાળે નથી ભેદ કે તેનું દુઃખ કે શોક અને નથી દૈત કે તેનો મોહ. આમ, એક અખંડ આત્મદષ્ટિમાં શોક અને મોહનું