________________
૬૪૨
(છંદ-અનુષુપ) कल्पार्णव इवात्यन्त परिपूर्णेकवस्तुनि ।
निर्विकारे निराकारे निर्विशेषे भिदा कुतः ॥४०२॥ कल्पार्णव इव
= પ્રલયકાળના સાગર જેવી નિર્વિવારે નિરાારે નિર્વિશેષે = નિર્વિકાર, નિરાકાર (અને) નિર્વિશેષ અત્યન્ત પરિપૂર્ણ-જ્જવસ્તુનિ = અત્યંત પૂર્ણ એક જ વસ્તુમાં कुतः भिदा
= ભેદ ક્યાંથી સંભવે? જેવી રીતે પ્રલયકાળનો સાગર પોતાના સ્વરૂપમાં પરિપૂર્ણ અને સંતૃપ્ત છે તેવી રીતે પરબ્રહ્મ પણ પોતાના અદ્વિતીય એકરૂપમાં સાગરની જેમ પરિપૂર્ણ હોવાથી, વિકાર વગરનો અને આકારની વિશેષતાથી રહિત છે. નથી તેમાં જીવના વિકારો કે જગતના આકારો, તો ભેદ ક્યાંથી?
જેને અજ્ઞાનકાળે ભેદ દશ્ય છે તે જ અન્યમાં રાગ કે દ્વેષ અનુભવે છે અને જેમાં રાગ હોય તેની પ્રાપ્તિ માટે અને દ્વેષ હોય તેના ત્યાગ માટે તે નિરંતર પ્રવૃત્તિશીલ હોય છે. તેવી પ્રવૃત્તિ કે કર્મ, સુખ-દુઃખ અને વાસના . જન્માવી બંધનમાં નાંખે છે, જ્યારે બ્રહ્મ તો બંધનમુક્ત હોઈ, નથી તેને સુખદુઃખ કે રાગ-દ્વેષના કંઠ, તો ભેદ ક્યાં? બ્રહ્મ તો નિષ્ક્રિય છે, નિરવયવી છે, અશરીરી છે, મન રહિત છે અને તે જ કારણે મન નથી તો જુદાઈ ક્યાં? પ્રવૃત્તિશૂન્ય નિષ્ક્રિય બ્રહ્મમાં રાગ-દ્વેષ કેવાં? રાગ-દ્વેષશૂન્ય એક અને અદ્વિતીય બ્રહ્મમાં ગ્રહણ કે ત્યાગનો ભેદ ક્યાં? ગ્રહણ અને ત્યાગ તો ઊણપ કે અપૂર્ણતામાં છે, બ્રહ્મ તો છલોછલ ભરેલા સાગર જેવો છે. પોતે પોતાનામાં પોતા દ્વારા સંતૃપ્ત છે, પછી ગ્રહણ અને ત્યાગ જેવું ભેદમય દર્શન સંભવે ક્યાં?
| (છંદ–અનુપ). तेजसीव तमो यत्र प्रलीनं भ्रान्ति कारणम् ।। अद्वितीये परे तत्त्वे निर्विशेषे भिदा कुतः ॥४०३॥