________________
૬૪૧
અને વિશેષણ વગરના નિર્વિકલ્પ અભેદ બ્રહ્મમાં ભેદ સંભવે ક્યાંથી? તે જ ન્યાયે મુજમાં ભેદ નથી, તો મારી બ્રાહ્મી સ્થિતિમાં ભંગ ક્યાં? અરે! મુજ અભેદ, અભંગ, બ્રહ્માનુભૂતિમાં ભંગ કે ભેદની નિવૃત્તિ છે તો ક્યાં કેવી ભયની આવૃત્તિ કે ઉત્પત્તિ? અને જો ભય જ નથી તો કેવું સ્પંદન કે રહ્યું ક્યાં કંદન? માટે જ હું તો રહ્યો અભય, અનાક્રમી અને દૈતપ્રપંચનો વિજેતા પરાક્રમી.
| (છંદ-અનુષ્ટ્રપ) दृष्टदर्शनदृश्यादि भावशून्यैकवस्तुनि ।
निर्विकारे निराकारे निर्विशेषे भिदा कुतः ॥४०१॥ દૃષ્ટદર્શનશ્યા દ્રષ્ય-દર્શન-દૃશ્ય વગેરેના ભાવશૂન્ય = ભાવ (અસ્તિત્વ) રહિત एकवस्तुनि = એક જ વસ્તુ (બ્રહ્મ) છે. નિર્વિવારે = (તે) નિર્વિકાર निराकारे = નિરાકાર निर्विशेषे = (અને) નિર્વિશેષ બ્રહ્મમાં कुतः भिदा = ભેદ ક્યાંથી સંભવે?
* પરબ્રહ્મ દેખા, દર્શન અને દેશ્ય જેવા ભેદથી રહિત અને અખંડ એક વસ્તુ છે. તેવો ઉલ્લેખ દર્શાવે છે કે જ્યાં અવિદ્યાકાળે દૈતનું અસ્તિત્વ હોય ત્યાં જ એક દેશ્ય હોય અને અન્ય દષ્ટા હોય, એક ભોગ્ય હોય તો અન્ય ભોક્તા હોય, કોઈ ધ્યેય વસ્તુ હોય તો કોઈ ધ્યાતા હોય અને તે જ પ્રમાણે જોય હોય તો જ્ઞાતા હોય. પરંતુ બ્રહ્મ તો સાક્ષાત્ જ્ઞાનસ્વરૂપ છે, તેથી તેમાં અવિધાના કાર્ય જેવું દૈતદર્શન જ નથી. તે ન્યાયે નથી સૃષ્ટિ, તો સર્જનહાર કેવો? નથી બ્રહ્મથી ભિન્ન કંઈ જોય, તો જ્ઞાતા કોણ અને દશ્ય જગત નથી તો કેવું દર્શન અને દષ્ટા ક્યાં? આમ વિચારતાં પારમાર્થિક સત્યવસ્તુ બ્રહ્મમાં નથી જ્ઞાન, જ્ઞાતા કે શેયની ભ્રમણા કે નથી દષ્ટા, દર્શન અને દષ્ટની અજ્ઞાનજન્ય ત્રિપુટી. આમ, નિર્વિકલ્પ, નિરાકાર અને નિર્વિશેષ બ્રહ્મમાં અનેકતા, ઉપાધિઓ કે દ્વૈતપ્રપંચ નથી, તો ભેદ ક્યાં?