________________
૬૩૬
निगमगदितकीर्तिं नित्यमानन्दमूर्ति
स्वयमिति परिचीय ब्रह्मरूपेण तिष्ठ ॥३६६॥ मलमयकोशे
= મળથી ભરેલા શરીરમાં મદં ધિયા– સ્થાપિત-બારામુ = અહબુદ્ધિથી ઉત્પન્ન થયેલી આશાને जहि
= છોડી દે. पश्चात् अनिलकल्पे = ત્યાર પછી, વાયુના જેવા ચંચળ, लिंगदेहे अपि
= સૂક્ષ્મ શરીરમાં પણ प्रसभम्
= બળપૂર્વક (આશા ત્યાગી દે.) निगमगदितकीतिं नित्यम् = વેદ જેની કીર્તિ ગાય છે, તેવું નિત્ય आनन्दमूर्तिम्
= આનંદસ્વરૂપ (બ્રહ્મ) स्वयं इति
= સ્વયં (‘હું પોતે જ છું') એમ . परिचीय
= સમજી ब्रह्मरूपेण
= બ્રહ્મરૂપે तिष्ठ
= સ્થિત થા.
આદિ શંકરાચાર્યજી મુમુક્ષુ કે શિષ્ય પર અનુગ્રહવર્ષા વરસાવતા ઉદ્દબોધે છે કે, માતા-પિતાના મેલના મલિનકાર્યરૂપ સ્થૂળ શરીરમાં અહબુદ્ધિથી ઉત્પન્ન થયેલી આશા કે કામનાઓનો ત્યાગ કર. તત્પશ્ચાત વાયુ જેવા ચંચળ સૂક્ષ્મશરીરમાં કે લિંગ દેહની આસક્તિ કે આશા પણ તું પ્રબળ પુરુષાર્થ દ્વારા છોડી દે. વેદ, વેદની ઋચાઓ કે શ્રુતિના મંત્રો જેની કીર્તિ ગાય છે તે નિત્યાનંદસ્વરૂપ બ્રહ્મ, સ્વયં “હું પોતે જ છું', એવો બ્રહ્મસાક્ષાત્કાર કરી, સર્વદા પરબ્રહ્મમાં તદ્રુપ થઈ બ્રહ્મરૂપે જ.રહે.
તાત્પર્યમાં, પોતે જ પોતાનો આત્મપરિચય પ્રાપ્ત કરવા પરિચિત અને પરિચયનો પડદો પાડી, સ્વયં પરબ્રહ્મ છે તેવું જાણી, પોતાની પરમ બ્રાહ્મી સ્થિતિમાં પરિપૂર્ણ રહેવું જોઈએ.
'स्वयमिति परिचीय, ब्रह्मरूपेण तिष्ठ ।'