________________
૬૩પ
ब्रह्म एव अहं इति
= “બ્રહ્મ જ હું છું' એવી प्रबुद्धमतयः
= પરિપક્વ બુદ્ધિવાળા (અને) सन्त्यक्तबाह्याः
= બાહ્ય પદાર્થો છોડનારા ब्रह्मीभूय
= બ્રહ્મરૂપ થઈને सन्तत-चिदानन्दात्मना एव = સદા ચિદાનંદસ્વરૂપે જ ध्रुवं वसन्ति
= અવિચળ રહે છે. स्फुटम्
= (આ વાત) સ્પષ્ટ છે. પારમાર્થિક સત્યના દૃષ્ટિકોણથી કે આત્મજ્ઞાનના સંદર્ભમાં તો સ્વયં બ્રહ્મ અજ્ઞાનકાળે જીવ ભાસે છે. પરંતુ જ્ઞાનકાળે તો જીવ બ્રહ્મ છે, તેટલું જ નહીં, પરંતુ જીવ, જગત અને ઈશ્વર, સર્વ કંઈ બ્રહ્મસ્વરૂપ જ છે. તેથી બ્રહ્મના ધર્મ જ જીવ-જગત કે ઈશ્વરના છે તેમ અનિવાર્ય રીતે સ્વીકારવું જ પડે. તેવા અલૌકિક સ્વીકારમાં નથી જન્મ જીવનો, જગતનો, ઈશ્વરનો કે બ્રહ્મનો. માટે જન્મેલું તો મારી આસપાસ કે ચોપાસ કંઈ જ નથી. પરંતુ જે કંઈ છે તે અનાદિ, અજન્મા, અદ્વિતીય, અપૂર્વ આત્મસ્વરૂપ જ છે. તેવી અનુભૂતિના ઉદ્ગારમાં અત્રે પ્રશ્ન છે કે આવા પારમાર્થિક સત્યની બાબતમાં કે અભેદજ્ઞાન સંદર્ભે વધુ કહેવા જેવું છે શું? “
વચ્ચે વિમુ વિદ્યતે મંત્ર વહુધા ” તાત્પર્યમાં, જીવ અને બ્રહ્મ, અભેદ અને એક છે. તેમ જગત પણ બ્રહ્મસ્વરૂપ છે એ બાબતમાં વધું કહેવું શું? કારણ કે બ્રહ્મવિદ્યા સંદર્ભે મહપ્રમાણ જેવી શ્રુતિ પણ નિર્વિવાદ ઘોષણા કરે છે કે “ત્રીં મહિતીયં તિ કૃતેઃ “બ્રહ્મ અદ્વિતીય છે આ પ્રમાણે શ્રુતિની ઘોષણા છે. આમ હોવાથી, પરિપક્વ બુદ્ધિવાળા અને બાહ્ય વ્યવહારના ત્યાગી સપુરુષોએ “વઢવાદમ” “હું બ્રહ્મ છું” તેવા જ્ઞાનોદય દ્વારા સ્વયં બ્રહ્મ થઈને જ સચ્ચિદાનંદ સ્વરૂપે સદા સર્વદા રહેવું જોઈએ.
(છંદ-માલિની) जहि मलमयकोशेऽहं धियोत्थापिताशां
प्रसभमनिलकल्पे लिंगदेहेऽपि पश्चात् ।